મુખ્ય સમાચાર
News of Wednesday, 27th October 2021

પોલિસી બજાર-પેટીએમ સહીત 7 કંપનીઓ લાવશે IPO : 2000 કરોડ એકત્રિત કરશે :IPO લાવવવા સેબીની મંજૂરી

Paytm IPO હેઠળ નવા ઇક્વિટી શેર ઇશ્યૂ કરીને રૂ 8,300 કરોડ એકત્ર કરશે

મુંબઈ : રોકાણકારોને આવનારા સમયમાં 7 કંપનીઓમાં રોકાણ કરીને મોટી કમાણી કરવાની તક આપવા જઈ રહી છે. કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ PolicyBazaar IPO અને Paytm IPO સહિત અડધા ડઝનથી વધુ કંપનીઓના નવા IPOને મંજૂરી આપી છે જેની કિંમત 28,000 કરોડ રૂપિયા છે. આ કંપનીઓએ જુલાઈથી ઓગસ્ટ વચ્ચે IPO સંબંધિત દસ્તાવેજો સેબીને સુપરત કર્યા હતા. માર્કેટ રેગ્યુલેટરે ઓક્ટોબર દરમિયાન તેમને મંજૂરી આપી હતી.

જે કંપનીઓને SEBI તરફથી IPOની મંજૂરી મળી છે તેમાં ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્ક, સેફાયર ફૂડ્સ ઇન્ડિયા અને આનંદ રાઠી વેલ્થનો સમાવેશ થાય છે. આ સિવાય પૈસાબજાર, પીબી ફિનટેક, લાઈફ સાયન્સ કંપની ટારસન પ્રોડક્ટ્સ અને એચપી એડહેસિવ્સને પણ આઈપીઓ માટે મંજૂરી મળી ગઈ છે. આ કંપનીઓના શેર પણ BSE અને NSE પર લિસ્ટ થશે.

ઠળ રૂ 197.78 કરોડના શેરનું વેચાણ કરવામાં આવશે. નવા શેર જારી કરીને એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ ટિયર-1 મૂડી એકત્ર કરવા માટે કરવામાં આવશે. તેનાથી કંપનીની ભાવિ જરૂરિયાતો પૂરી થશે. OFS હેઠળ PNB MetLife, Bajaj Allianz Life, PI વેન્ચર્સ અને જ્હોન ચકોલા તેમનો હિસ્સો ઘટાડશે.


KFC અને પિઝા હટ જેવા આઉટલેટ્સનું સંચાલન કરતી સેફાયર ફૂડ્સ ઈન્ડિયા આઈપીઓમાંથી રૂ. 1,500-2,000 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. કંપની IPO હેઠળ કોઈ નવા શેર જારી કરશે નહીં. કંપનીના શેરધારકો QSR મેનેજમેન્ટ ટ્રસ્ટ, સેફાયર ફૂડ્સ મોરેશિયસ, WWD રૂબી, એમિથિસ્ટ, AAGV ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, એડલવાઇસ ક્રોસઓવર ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને એડલવાઇસ ક્રોસઓવર ઓપોર્ચ્યુનિટીઝ ફંડ OFS હેઠળ 1,75,69,941 ઇકવીટી શેરનું વેચાણ કરશે.

આનંદ રાઠી વેલ્થ રૂ IPO દ્વારા 1,000 કરોડ એકત્ર કરશે. આ IPO સંપૂર્ણપણે OFS છે. આ હેઠળ પ્રમોટર્સ અને વર્તમાન શેરધારકો 12 મિલિયન ઇક્વિટી શેર વેચશે. OFS હેઠળ આનંદ રાઠી ફાઇનાન્સિયલ સર્વિસિસ, આનંદ રાઠી, પ્રદીપ ગુપ્તા, અમિત રાઠી, પ્રીતિ ગુપ્તા, સુપ્રિયા રાઠી, રાવલ ફેમિલી ટ્રસ્ટ, જુગલ મંત્રી અને ફિરોઝ અઝીઝ તેમનો હિસ્સો ઘટાડશે.

Paytm IPO હેઠળ નવા ઇક્વિટી શેર ઇશ્યૂ કરીને રૂ 8,300 કરોડ એકત્ર કરશે. દરમિયાન OFS હેઠળ રૂ 8300 કરોડના શેર જારી કરવામાં આવશે. Paytmના સ્થાપક વિજય શેખર શર્મા ઉપરાંત અલીબાબા ગ્રુપની કંપનીઓ OFS હેઠળ તેમનો હિસ્સો વેચશે.

(11:12 pm IST)