ગંભીર બિમારીથી ઝઝૂમી રહ્યા છે અનિલ કપૂર? જર્મની જઈને શેર કર્યો વીડિયો
તેમની એક પોસ્ટના કારણે પ્રશંસકોની ચિંતા વધારી દીધી
મુંબઈ, તા.૨૭: બોલિવુડ દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર જયારે પણ સોશિયલ મીડિયા પર પોતાની કોઈ પોસ્ટ શેર કરે છે ત્યારે કોમેન્ટ બોકસમાં ફેન્સ તેમની ફિટનેશની પ્રશંસા કરતા થાકતા નથી. જોકે હવે તેમની એક પોસ્ટના કારણે પ્રશંસકોની ચિંતા વધારી દીધી છે. તેમને જર્મનીથી એક વીડિયો શેર કર્યો છે અને જણાવ્યું છે કે મારી સારવારનો આજે છેલ્લો દિવસ છે અને તે ડોકટરને મળવા જઈ રહ્યા છે. ૬૪ વર્ષીય અનિલ કપૂર જર્મીનાના રસ્તા પર ઝડપથી ચાલતા નજરે પડી રહ્યા છે. પોસ્ટ જોયા બાદ તેમના ફેન્સ તેમના માટે દુઆઓ કરવા લાગ્યા હતા.
અનિલ કપૂરે બ્લેક કલરનો લોન્ગ કોટ, બ્લેક પેન્ટ અને બ્લેક ટોપી પહેરી છે. તેમના પર બરફ પડતો નજરે પડી રહ્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં મોહિત ચોહાણનું સોંગ શ્નપ્નક્રજી સે ઉડ ચલા' વાગી રહ્યું છે. તેની સાથે અનિલ કપૂર એ કેપ્શનમાં લખ્યું, બરફની વચ્ચે એક પરફેકટ વોક! જર્મનીમાં છેલ્લો દિવસ! હું ડોકટર મુલરને મારી છેલ્લી સારવાર માટે મળવા જઈ રહ્યો છું. તેમનો અને તેમના જાદુઈ ટચ માટે હું તેમનો આભારી છું'
તેની સાથે કોમેન્ટ સેકશનમાં અનિલ કપૂરે લખ્યું, જયારે આપણે લોકો બરફ જોઈએ છીએ તો ઉત્સાહિત થઈ જઈએ છીએ અને સારું લાગે છે. જયારે, સોનમ કપૂરની મિત્ર અને ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તા લખે છે, 'અનિલ અંકલ અમે તમને કન્ટેન્ટની બાબતમાં કેવી રીતે હરાવી શકીએ. જયારે દ્યણા યુઝર્સે કોમેન્ટ બોકસમાં તેમની ફિટનેસના વખાણ કર્યા તો ઘણાએ તેમની ટ્રીટમેન્ટના સમાચારને લઈને ચિંતા વ્યકત કરી. એક ચાહકે લખ્યું- 'સર, કેવો ઈલાજ? તમે ખૂબ જ ફિટ છો. તમારા સારા સ્વાસ્થ્યની શુભેચ્છા.' બીજાએ કહ્યું, 'તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.' એક ચાહકે પૂછ્યું, 'સર તમને શું થયું છે?'
ગત વર્ષે ઓકટોબરમાં અનિલ કપૂરે એક પોસ્ટ લખી હતી જેમાં જણાવ્યું હતું કે તેઓ ૧૦ વર્ષથી અકિલિજ ટેંડન (Achilles Tendon) ની સમસ્યા સામે લડી રહ્યા હતા. તે સમયે અનિલ કપૂરે જણાવ્યું હતું કે ડો. મુલરે તેમની સારવાર કરી અને તેઓ ફરી ચાલવા લાગ્યા. તમને જણાવી દઈએ કે આ બીમારીમાં પગના નીચેના ભાગમાં દુખાવો થાય છે, જેના કારણે ચાલવામાં તકલીફ પડે છે.