News of Saturday, 27th November 2021
આરોગ્ય ક્ષેત્રે વધુ વિકાસ માટે ૬૪ હજાર કરોડ ખર્ચાશે : માંડવિયા
નવી દિલ્હી તા. ૨૭ : કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ જણાવેલ કે, આવતા પાંચ વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે વિકાસ માટે રૂ. ૬૪ હજાર કરોડ ખર્ચાશે.
અરૂણાચલ રાજ્યના તવાંગ જિલ્લાના પ્રવાસ વખતે મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ કે દેશના સૌ લોકોના આરોગ્યની જાળવણી માટે સરકાર કામ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું નેતૃત્વ છે. આવતા ૫ વર્ષમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે રૂ. ૬૪ હજાર કરોડ ખર્ચાશે. હોસ્પિટલોમાં દર્દીઓના લાભાર્થે ડીજીટલ સુવિધા વિકસાવાશે.
(2:33 pm IST)