News of Saturday, 27th November 2021
કોરોના : નવા વેરિયન્ટથી એલર્ટ : મુંબઇમાં કવોરોન્ટાઇન
ગુજરાતમાં RTPCR જરૂરી : દિલ્હીની માંગ : ફલાઇટ અટકાવે
નવી દિલ્હી : કોરોના વાયરસનો નવા વેરિયન્ટે વિશ્વભરમાં ચિંતા ઉપજાવી છે. અનેક દેશોએ વેરિયન્ટ પ્રભાવિત દેશોની ફલાઇટ પર બાન મુકયો છેે છતાં કેટલાકે આ દેશોથી આવનારને કવોરોન્ટાઇન ફરજીયાત કર્યુ છે : દિલ્હી સરકારે માંગ કરી છે કે નવા વેરિયન્ટ પ્રભાવિત દેશોની ફલાઇટ બંધ થાય. ગુજરાત સરકારે આરટીપીસીઆર ફરજીયાત કરેલ છે. મહારાષ્ટ્ર સરકારે કવોરોન્ટાઇનનો નિર્ણય લીધો છે : પીએમ મોદીએ દિલ્હીમાં સ્થિતિની સમીક્ષા કરી હતી.
(3:57 pm IST)