મુખ્ય સમાચાર
News of Saturday, 27th November 2021

સંસદ સુધીની ૧૯મીની બેઠક રદ કરવાનો ખેડૂતોનો નિર્ણય

સિંધૂ-ટેકરી બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાની બેઠક : ખેડૂતોનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે સરકારે પરાળી સળગાવવાના અપરાધ નહીં ગણવાનો નિર્ણય કર્યો છે

નવી દિલ્હી, તા.૨૭ : દિલ્હીની સિંધુ અને ટેકરી બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાની યોજાયેલી બેઠકમાં ૨૯ નવેમ્બરે સંસદ સુધીની ટ્રેકટર માર્ચને રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

આ બેઠકમાં ચર્ચા બાદ ખેડૂત નેતાઓએ ઉપરોક્ત નિર્ણય લીધો હતો.જોકે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.જોકે પાછળથી તેનુ એલાન કરવામાં આવશે તેવુ કહેવાઈ રહ્યુ છે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે, ૨૬ નવેમ્બર સુધીના કાર્યક્રમો પૂર્વ નિધારીત ટાઈમ ટેબલ પ્રમાણે થશે

જોકે તેમણે કહ્યુ હતુ કે, સંસદ સુધીની ટ્રેકટર માર્ચ અંગે સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે અને હવે ખેડૂતોએ આ માર્ચ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

ખેડૂતોનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે  કેન્દ્ર સરકારે આજે પરાળી સળગાવવાના અપરાધ નહીં ગણવાની ખેડૂતોની માંગણી પણ સ્વીકારી લીધી છે અને એમએસપી મુદ્દે એક કમિટી બનાવવાની પણ જાહેરાત કરી છે.

(7:51 pm IST)