મુખ્ય સમાચાર
News of Sunday, 27th November 2022

કલર્સ ટીવીના ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા જા સિઝન 10માં 8 વર્ષની ગુંજન સિન્હા બની વિનર

ગુંજન સાથે તેના ડાન્સિંગ પાર્ટનર તેજસ અને કોરિયોગ્રાફર સાગરને પણ સન્માનિત કરાયા

કલર્સ ટીવીના ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા સિઝન 10 ને પોતાના વિનર મળી ગયો છે. 8 વર્ષની ગુંજન સિન્હા ઝલકની વિનર બની છે. ગુંજન સાથે તેના ડાન્સિંગ પાર્ટનર તેજસ અને કોરિયોગ્રાફર સાગરને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ગ્રાન્ડ ફિનાલે પહેલા ગુંજને તેના સાથી સ્પર્ધકોને જનતા અને જજ બંનેના મતોની મદદથી ઘણી વખત હરાવ્યા હતા. પરંતુ આજના એપિસોડમાં આ સ્ટોરીમાં મોટો ટ્વિસ્ટ આવ્યો હતો.

  ગુંજન સાથે રૂબીના અને ફૈઝલનું નામ પણ ટોપ 3 સ્પર્ધકોમાં સામેલ હતું. વિનરનું એનાઉન્સમેન્ટ કરતા પહેલા કરણ જોહરે કહ્યું હતું કે ‘ડાન્સ રિયાલિટી શોના ઈતિહાસમાં આવું પહેલીવાર કોઈ ગ્રાન્ડ ફિનાલેમાં થવા જઈ રહ્યું છે. ઝલક દિખલા જાના ફિનાલેમાં સામેલ ત્રણેય ફાઈનલિસ્ટ વચ્ચે ટાઈ થઈ ગઈ છે પરંતુ અમે ઈન્ટરનેશનલ ડાન્સ ફોર્મેટને ધ્યાનમાં રાખીને વિનર જાહેર કરવાનું નક્કી કર્યું છે અને વિજેતાનું નામ ગુંજન છે,’ ગુંજન સાથે તેના બે સાથીઓને પણ ટ્રોફી અને 20 લાખનો ચેક આપવામાં આવ્યો હતો.

(11:05 pm IST)