મુખ્ય સમાચાર
News of Wednesday, 28th April 2021

દારૂના ૨ પેગ પીશે તો કોરોના બહાર આવી જશે, જા દુકાનો ખુલ્લી ગઇ તો હોસ્પિટલોમાં બેડ ખાલી થઇ જશે અને દિલ્હી સરકારને આટલી મુશ્કેલી નહીં પડેઃ દિલહીમાં મહિલાનો વીડિયો વાયરલ

નવી દિલ્હી: દેશભરમાં કોરોના સંક્રમણના હાલાત જોતા તમામ રાજ્ય પોત પોતાની રીતે નિર્ણય લઈ રહ્યા છે. દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત થતા જ લોકોમાં ચીજો સ્ટોક કરવાની જાણે હોડ જામી ગઈ હતી. આ બધા વચ્ચે દિલ્હીવાળા ડોલી આન્ટીનો વીડિયો ખુબ વાયરલ થયો હતો. જે કોરોનામાં દારૂ પીવાના ફાયદા ગણાવતા હતા. હવે તેમનો વધુ એક વીડિયો વાયરલ થયો છે.

'દારૂની દુકાનોથી બેડની સમસ્યા ઓછી થશે'

દિલ્હીની દારૂવાળી આન્ટીનો નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વખતે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના અંગે જરૂરી સલાહ આપી છે. તેમણે દિલ્હી સરકારને અપીલ કરતા કહ્યું કે જો દુકાનો ખુલી ગઈ તો હોસ્પિટલોમાં બેડ ખાલી થઈ જશે અને દિલ્હી સરકારને આટલી મુશ્કેલી નહીં પડે. ઓક્સિજન સિલિન્ડરની પણ સમસ્યા દૂર થઈ જશે. જે પીનારા લોકો છે, તેમની અંદર દારૂ જશે તો કોરોના ભાગી જશે.

લોકડાઉનમાં ખતમ થઈ ગયો આન્ટીનો સ્ટોક

વીડિયોમાં આન્ટીએ વધુમાં જણાવ્યું કે તેમનો સ્ટોક ખતમ થઈ ગયો છે. આથી તેઓ સરકારને ગુહાર લગાવી રહ્યા છે. દિલ્હીમાં લોકડાઉન લગાવવાની જાહેરાત થતા જ લોકોની દારૂની દુકાનો પર ભીડ લાગવા માંડી હતી. બધા પોત પોતાના સ્ટોક માટે જુગાડ કરી રહ્યા હતા. તે વખતે ડોલી આન્ટીનો એક વીડિયો ખુબ વાયરલ થયો હતો. તેમણે કહ્યું હતું કે તેમને ઈન્જેક્શન કે દવાઓની જરૂર નથી. તેમને ફક્ત દારૂથી જ ફાયદો થશે.

(4:57 pm IST)