મુખ્ય સમાચાર
News of Saturday, 28th May 2022

ઉત્તરાખંડના પૂર્વ મંત્રી રાજેન્દ્ર બહુગુણાએ કરી આત્મહત્યા : પુત્રવધૂએ સગીર પૌત્રીનું જાતીય શોષણ કર્યાનો આરોપ લગાવ્યો હતો : POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો

ઉત્તરાખંડ : ઉત્તરાખંડ સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર બહુગુણાએ છેડતીનો આરોપ લગાવ્યાના દિવસો બાદ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. બહુગુણાએ પાણીની ટાંકી ઉપર ચડીને પોતાને ગોળી મારી.

 હલ્દવાની સર્કલ ઓફિસર (CO) ભૂપિન્દર સિંહ ધોનીએ કહ્યું કે બહુગુણાની પુત્રવધૂએ તેમના પર તેમની પૌત્રીની છેડતી કરવાનો આરોપ લગાવ્યો છે. તેના પર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો

આત્મહત્યાના સંભવિત કારણ વિશે પૂછતાં સીઓએ કહ્યું કે કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ તે કેસ અને આરોપોથી પરેશાન હતા તેવું જણાય છે. ઉત્તરાખંડ રોડવેઝ કર્મચારી બહુગુણાને 2002માં રાજ્યની પ્રથમ ચૂંટાયેલી સરકારમાં રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:37 pm IST)