મુખ્ય સમાચાર
News of Saturday, 28th May 2022

વોટસએપનું આઇપેડ વર્ઝન ટુંક સમયમાં થઇ શકે છે લોંચ

નવી દિલ્‍હીઃ આઇ પેડ યુઝરો ઘણાં સમયથી આઇપેડ માટેની વોટસએપની માંગણી કરી રહ્યા છે પણ કંપની હજુ સુધી તે રીલીઝ નથી કરી. વોટસએપે ઘણીવાર કહ્યું કે વોટસએપની આઇપેડ એપનું ટેસ્‍ટીંગ કરાઇ રહ્યું છે પણ તેનું ફાઇનલ વર્ઝન કંપની હજુ સુધી નથી બનાવ્‍યું જો કે હવે વોટસએપ હવે આઇપેડ માટેનું વોટસએપ કહ્યું છે કે તે મલ્‍ટી ડીવાઇસ ૨.૦ ઉપર કામ કરી રહ્યું છે. આ મલ્‍ટી ડીવાઇસ સર્પોટ યુઝરોને એક જ એકાઉન્‍ટ ચાર અલગ-અલગ ડીવાઇસમાં લોગ ઇનની સુવિધા આપે છે પણ અત્‍યારે તો વોટસએપ એક જ એકાઉન્‍ટને બે અલગ અલગ ફોન પરથી લોગઇનની પરવાનગી નથી આપતું.

આ એપના ફીચર વિશે વાત કરતા વોટસએપના પ્રવકતાએ કહ્યું કે મલ્‍ટી ડીવાઇસ એટલે યુઝર્સ એપના એ જ ફંકશન પોતાનો ફોન કનેકટ કર્યા વગર ડેસ્‍ક ટોપ/ વેબ અને વાપરતી વખતે એક થી વધુ ડીવાઇસ પર મળી શકશે.

(3:29 pm IST)