મુખ્ય સમાચાર
News of Wednesday, 28th July 2021

ભારતના પૂર્વ મહાન બેડમિન્ટન ખેલાડી નંદુ નાટેકરનું નિધન : ૮૮ વર્ષની ઉમરમાં દુનિયાને કહ્યું અલવિદા

૬ વખત નેશનલ ચેમ્પિયનશીપનું ટાઈટલ જીત્યું :વર્ષ ૧૯૬૧ માં તેમને અર્જુન પુરસ્કાર અપાયેલ : આ એવોર્ડ મેળવનાર તે ભારતના પ્રથમ બેડમિન્ટન ખેલાડી હતા.

નવી દિલ્હી : ભારતના ભૂતપૂર્વ મહાન બેડમિન્ટન ખેલાડી નંદુ નાટેકરનું નિધન થઈ ગયું છે. તેમને ૮૮ વર્ષની ઉમરમાં દુનિયાને અલવિદા કહ્યું હતું. નંદુ નાટેકર ભારતના પ્રથમ બેડમિન્ટન ખેલાડી હતા જેમને દેશ માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર મેડલ જીત્યું હતું. આ સિદ્ધી તેમને વર્ષ ૧૯૫૬ માં પ્રાપ્ત કરી હતી. તેમના નિધન બાદ રમત જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે.

પોતાની બેડમિન્ટન કારકિર્દીમાં નંદુ નાટેકર ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચ્યા હતા. તેના સિવાય તેમને ૬ વખત નેશનલ ચેમ્પિયનશીપનું ટાઈટલ જીત્યું હતું. વર્ષ ૧૯૬૧ માં તેમને અર્જુન પુરસ્કાર આપવામાં આવ્યું હતું. આ એવોર્ડ મેળવનાર તે ભારતના પ્રથમ બેડમિન્ટન ખેલાડી હતા.

નંદુ નાટેકર પહેલા ક્રિકેટર બનવા માંગતા હતા અને તેમને ક્રિકેટ રમી હતી. પરંતુ તેમનું મન ક્રિકેટમાં લાગ્યું નહોતું. ત્યાર બાદ નંદુ નાટેકરે પોતાનું ધ્યાન બેડમિન્ટન પર લાગ્યું હતું. ત્યાર બાદ બેડમિન્ટનમાં તેમને નવી સિદ્ધી પ્રાપ્ત કરી લીધી હતી.

તેમને વર્ષ ૧૯૫૩ માં ૨૦ વર્ષની ઉમરમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. પોતાની બેડમિન્ટન કારકિર્દીમાં તેમને ઘણી સિદ્ધીઓ પ્રાપ્ત કરી હતી. તે વર્ષ ૧૯૫૪ માં ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમને પછી ક્યારે પણ આ સ્પર્ધામાં ભાગ લીધો નહોતો.

(12:35 pm IST)