મુખ્ય સમાચાર
News of Wednesday, 28th July 2021

આલેલે... ઇન્દોર રેલ્વે સ્ટેશનથી વાળના ર૩ પાર્સલ હાવડા મોકલાયેલ : પહોંચ્યા ૩

૧૦ કવીંટલ વાળની કિંમત પ૦ લાખ રૂપિયા : વીગ બનાવવા ઉપયોગ

ઇન્દોર, તા. ર૮ :  મધ્યપ્રદેશના ઇન્દોર રેલ્વે સ્ટેશનના પાર્સલ વિભાગ ખાતે કેટલાક લોકોએ ભારે હંગામો કરી આરોપ લગાડેલ કે તેમના પ૦ લાખ રૂપિયાના ૧૯ નંગ વાળના પાર્સલ ચોરી થઇ ગયેલ.

પાર્સલના માલીક રાકેશે જણાવેલ કે ૬ જુલાઇએ ઇન્દોરથી હાવડા માટે તેમણે વાળના પાર્સલ લોડ કરેલ. જયારે હાવડા ખાતે ફકત ૩ પાર્સલ જ પહોંચ્યા હતા. કુલ -રર પાર્સલ લોડ કરાયેલ. તેમણે રેલ્વેના અધિકારીઓ ઉપર ગોટાળાનો આરોપી લગાડયો છે.  લોડ કરાયેલ પાર્સલની રસીદમાં નકલી વાળનો ઉલ્લેખ હોવાનું અને તેની કિંમત પણ ઓછી હોવાનું જણાવી રિપોર્ટ કરવાથી ઇન્કાર કરેલ.

(2:56 pm IST)