મુખ્ય સમાચાર
News of Wednesday, 28th July 2021

પેગાસસ કાંડ મામલે તપાસ કરવા નિમાયેલી પાર્લામેન્ટની ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કમિટીની મિટિંગ મોકૂફ : કમિટીના અધ્યક્ષ તરીકે નિમાયેલા શશી થરૂર ઉપર વિશ્વાસ ન હોવાના દાવા સાથે ભાજપના 14 કમિટી મેમ્બર્સ ગેરહાજર રહ્યા : કમિટીના 32 માંથી 14 મેમ્બર્સ ગેરહાજર રહેતા કોરમના અભાવે મિટિંગ મોકૂફ રાખવાની ફરજ પડી

ન્યુદિલ્હી : ફોન જાસૂસી મામલે સંસદમાં થયેલી ધમાલના પડઘા સંસદ બહાર પણ પડ્યા છે. જે મુજબ આ બાબતે પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટી ઓન ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની યોજાયેલી મિટિંગ મોકૂફ રાખવાની ફરજ પડી છે.

જેના કારણમાં જાણવા મળ્યા મુજબ કમિટીના અધ્યક્ષ તરીકે નિમાયેલા શશી થરૂર ઉપર વિશ્વાસ ન હોવાના દાવા સાથે ભાજપના 14 કમિટી મેમ્બર્સ મિટિંગમાં ગેરહાજર રહ્યા હતા. આથી કમિટીના 32 માંથી 14 મેમ્બર્સ ગેરહાજર રહેતા કોરમના અભાવે મિટિંગ મોકૂફ રાખવાની ફરજ પડી હતી.

ભાજપના 14 સાંસદોએ જણાવ્યા મુજબ કમિટીના અધ્યક્ષે લોકશાહીના નિયમોનો ભંગ કર્યો છે. જે મુજબ કમિટીનો એજન્ડા મંજુર થયા પહેલા શશી થરુરે તે જાહેર કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે ઝારખંડના ભાજપના સાંસદ નિશિકાંત દુબેના નેતૃત્વ હેઠળના ભાજપના 14 સાંસદોએ શશી થરૂર ઉપર ભરોસો ન હોવા અંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને આવેદન આપી શશી થરૂરને અધ્યક્ષ પદેથી હટાવવા માંગણી કરી હતી.તેવું ધ.ટ્રી .દ્વારા જાણવા મળે છે.

(8:32 pm IST)