મુખ્ય સમાચાર
News of Wednesday, 28th July 2021

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરૂદ્ધ CBIની મોટી કાર્યવાહી: પોલીસ અધિકારીઓના ઠેકાણાઓ ઉપર પણ દરોડા

મુંબઈ, પુણે, થાણે, નાસિક, સાંગલી અને અહેમદનગરમાં તપાસ અભિયાન: વચોટીયાઓ ઉપરાંત મુંબઈ અને અહમદનગરમાં સહાયક પોલીસ કમિશનર સંજય પાટીલ અને ડેપ્યુટી પોલીસ કમિશનર રાજુ ભુજબલના પરિસરોની પણ તલાશી

મુંબઈ : કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI)એ ભ્રષ્ટાચાર કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરૂદ્ધ સૌથી મોટું તપાસ અભિયાન ચલાવ્યું છે,સાથે  અનેક પોલીસ અધિકારીઓના ઠેકાણાઓ ઉપર પણ સીબીઆઈએ દરોડા પાડવામાં આવ્યા. સીબીઆઈ અધિકારીઓએ મહારાષ્ટ્રમાં 12 સ્થળો પર સર્ચ ઓપરેશન ચલાવ્યુ છે .

સીબીઆઈ અધિકારીઓએ મહારાષ્ટ્રના મુંબઈ, પુણે, થાણે, નાસિક, સાંગલી અને અહેમદનગરમાં તપાસ અભિયાન ચલાવ્યો. ઇન્ડિયા ટૂડે અનુસાર આ કેસમાં સંદિગ્ધ વચોટીયાઓ ઉપરાંત મુંબઈ અને અહમદનગરમાં સહાયક પોલીસ કમિશનર સંજય પાટીલ અને ડેપ્યુટી પોલીસ કમિશનર રાજુ ભુજબલના પરિસરોની પણ તલાશી લેવામાં આવી હતી. રાજુ ભુજબલ સમાજ સેવા શાખાના ડીસીપી પ્રભારી હતા અને એસીપી સંજય પાટિલ પણ તે જ શાખા સાથે સંકળાયેલા હતા. ઇડીએ ભુજબલ અને પાટિલની પણ પૂછપરછ કરી હતી.

સૂત્રોનું કહેવું છે કે, સંઘીય તપાસ એજન્સી આ કેસમાં કેટલાક સંદિગ્ધોની ધરપકડ કરી શકે છે. સીબીઆઈએ બોમ્બે હાઈકોર્ટે નિર્દેસો પર મુંબઈના પૂર્વ પોલીસ આયુક્ત પરમબીર સિંહના આરોપો પર ભ્રષ્ટાચારમાં કથિત સંલિપ્તતા માટે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ વિરૂદ્ધ એફઆઈઆર નોંધી હતી. આ એફઆઈઆરમાં સીબીઆઈએ અનિલ દેશમુખ સહિત અન્ય અજ્ઞાત લોકોને આરોપી બનાવ્યા હતા

(9:56 pm IST)