મુખ્ય સમાચાર
News of Friday, 28th August 2020

ચીનની દાદાગીરીનો નાથવા ભારત અને વિયેતનામે હાથ મિલાવ્યા : બંને દેશો વચ્ચેની સંરક્ષણ સમજૂતી ચીન અને પાકિસ્તાન માટે લપડાક સમાન બની રહેશે

ન્યુદિલ્હી : દક્ષિણ ચીન મહાસાગરમાં ચીન દ્વારા એક સાથે ચાર વિસ્તારમાં ચાલી રહેલી યુદ્ધ કવાયત અને  અમેરિકાને પડકાર જનક હરકતોની અસર પડોશી દેશો ઉપર પણ થઇ રહી છે.તેવા સંજોગોમાં ભારત અને વિયેતનામ વચ્ચેની સંરક્ષણ સમજૂતી ચીન અને પાકિસ્તાન માટે લપડાક સમાન બની રહેશે .
              ઉલ્લેખનીય છે કે ચીને વિયેતનામ સાથે જોડાયેલા વુડી ટાપુ ઉપર ખતરનાક વિમાન એચ -6 તેનાત કર્યું છે.જે વિયેતનામના સાર્વભૌમત્વ ઉપર પ્રહાર સમાન છે.તથા વિયેતનામની શાંતિ માટે જોખમકારક છે.તે બાબતે વિયેતનામના રાજદૂતે વાંધો ઉઠાવ્યો છે.તથા અન્ય દેશો સાથે પણ વાતચીત કરી છે.
              આ સંજોગોમાં ભારત સાથેની સંરક્ષણ સમજૂતી વિયેતનામ માટે ટેકા રૂપ બની રહેશે .

(7:09 pm IST)