મુખ્ય સમાચાર
News of Friday, 28th August 2020

માસ્ક ઢીલું હોવાથી વારંવાર નીકળી જાય છે ? આ સિમ્પ્લ ટ્રિક તમારી મુશ્કેલી દૂર કરશે

કોરોના વાયરસ મહામારી શરૂ થઈ ત્યારથી માસ્ક આપણા જીવનનો અગત્યનો ભાગ બની ગયું છે. માસ્ક વિના ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ છે.

માસ્ક આપણા જીવનનો અગત્યાો ભાગ બની ગયો છે. સેફટી માટે પહેરાતું માસ્ક સ્ટાઈલ બની ગયું છે કારણકે હવે લોકો પોતાના કપડાને મેચિંગ માસ્ક તૈયાર કરાવી રહ્યા છે. લોકોએ સ્વીકારી લીધું છે કે, સ્થિતિ સામાન્ય તથા સમય લાગશે અને હાલ તો ચેપથી બચવાનો આ જ સીધો-સાદો ઉપાય છે. કોરોના વાયરસ છીંક કે ઉધરસ ખાવાથી કે બોલવાથી મોંમાથી નીકળતા છાંટા દ્વારા ફેલાય છે એ તો હવે સૌ કોઈ જાણે છે.

સુરક્ષિત રહેવા માસ્ક પહેરો :

માસ્ક પહેરતી વખતે સૌથી અગત્યનું છે તમારૂ નાક અને મોં બરાબર ઢંકાય. ઘણીવાર તમે જોયું હશે કે, માસ્ક અટેલા તંગ રહે છે ક. ગૂંગળામણ થવા માંડે અને કયારેક એટલા ઢીલા હોય છે કે ઈન્ફેકશન લાગવાનું જોખમ વધી જાય છે. જો તમે સર્જિકલ માસ્ક પહેરતા હો તો આ સમસ્યા ચોક્કસ થઈ જ હશે. અહિં તમને એક ટ્રિક જણાવીશું જેનાથી તમારા ઢીલા માસ્ક ચહેરા પર બંધ બેસશે અને ઉતરી નહિં જાય.

૬૦ સેકંડની ટ્રિક :

હાલમાં જ ઓલિવિયા કયૂઈ (Olivia Cuid) નામના ડેન્ટિસ્ટે સોશિયલ મીડીયા સાઈટ ટિકટોક પર એક વિડીયો શેર કરીયો હતો. જેમાં તેમણે ઢીલા માસ્કને ફિટ રાખવા માટેની ટ્રિક શેર કરી છે. તેમની ૬૦ સેકંડની ટ્રિક સર્જિકલ કે કોટન માસ્કને ચહેરા પર બંધબેસતા રાખવામાં મદદ કરશે.

સ્ટેપ-૧ :- સાબુ અને પાણથી તમારા હાથ ધોઈ લો અને સ્વચ્છ કપડાથી લૂછી લો.

સ્ટેપ-૨ :- માસ્કને અડધું વાળી દો. (લંબાઈથી વાળવું)

સ્ટેપ-૩ :- માસ્કની કિનારીની નજીક ઈયરલૂપ (માસ્કની કાને ભરાવાની દોરી)ની ગાંઠ મારી દો. આ ક્રિયા બંને છેડે કરવી.

સ્ટેપ-૪ :- હવે અડધા વાળેલા માસ્કને ખોલો અને ગાંઠ માર્યા પછી કિનારીએ સહેજ ખુલ્લો ભાગ દેખાય છે તેને અંદરની તરફ ઈયરલૂપમાં ખોસી લો.

સ્ટેપ-૫ :-  હવે માસ્ક પહેરીને જોઈ લો કે ચહેરા પર પર્ફેકટ ખાવી જાય છે કે નહિં.

WHOની ગાઈડલાઈન :

હાલ કોરોના મહામારી દરમિયાન માસ્ક જરૂરી બન્યા છે. માસ્ક પહેરતી અને કાઢતી વખતે ખાસ તકેદારી રાખવી જોઈએ. અહિં WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગે
નાઈઝેશન)એ સૂચવેલી કેટલીક ગાઈડલાઈન છે.

-- માસ્કને અડતા પહેલા તમારા હાથ સાબુ અને પાણીથી બરાબર સાફ કરો.

-- માસ્ક કયાંયથી ફાટેલું કે ગંદું જથી તે ચકાસી લો.

-- નાક, મોં અને દાઢી ઢંકાય તે રીતે બરાબર માસ્ક પહેરો. માસ્ક કયાંયથી ખુલ્લું ના હોવું જોઈએ.

માસ્ક કાઢતી વખતે :

-- માસ્ક કાઢતા પહેલા પણ હાથ સાફ કરો.

-- માસ્કને હંમેશા કાને ભરાવેલી દલરીથી જ કાઢો.

-- જો માસ્ક ગંદુ  હોય તો પ્લાસ્કિટની થેલીમાં મૂકી રાખવું નહિં, ગરમ પાણી અને સાબુથી ધોઈ લેવું. દિવસમાં એકવાર માસ્ક ધોવો.

-- માસ્ક કાઢ્યા પછી હાથ ધોઈ લો.

(9:47 am IST)