મુખ્ય સમાચાર
News of Friday, 28th August 2020

હવે ગ્રામ્ય વિસ્તારોમાં અત્યંત ઝડપી રીતે ફેલાઇ રહ્યો છે કોરોના

ઓગસ્ટ માસમાં સામે આવેલા તમામ કેસો પૈકી લગભગ અર્ધા ભાગના કેસ ભારતનાં ૫૮૪ જિલ્લાઓમાંથી આવ્યા હતા

નવી દિલ્હી,તા. ૨૮: ચેતીજજો ભારતવાસીઓ, હવે ભારતનાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના અત્યંત ઝડપી રીતે ફેલાઇ રહ્યો છે અને વાત વિદિત છે કે પોણું ભારત ગામડામાં વસે છે. જી હા, શહેરી કેન્દ્રોમાંથી કોવિડ-૧૯ના કેસો શહેરની વસ્તીના પ્રમાણમાં ખુબ વધારે તો છે જ, પરંતુ હવે તો ગ્રામીણ ભારતમાં કોરોનાએ ચિંતા વધારી છે. આંકડાઓ કહી રહ્યા કે ચાલુ ઓગસ્ટ માસમાં સામે આવેલા તમામ કેસો પૈકી લગભગ અર્ધા ભાગના કેસ ભારતનાં ૫૮૪ જિલ્લાઓમાંથી આવ્યા હતા, જેને ગ્રામીણ અથવા તો સંપુર્ણ ગ્રામીણ કહી શકાય છે.

કોરોનાનાં મામલામાં નિષ્ણાંતોએ બહુ પહેલા જ ચેતવણી આપી હતી કે, પોણું ભારત ગામડાઓમાં વસે છે અને આજે પણ દેશનાં અનેક આમતો મોટા ભાગનાં ગામડાઓમાં સારવારની સુવિધાઓના અભાવના કારણે જો કોરોનાનો ફેલાવો આ ક્ષેત્રોમાં વધ્યો તો ત્યાંની સ્થિતિ અત્યંત ભયાનક બની શકે છે. ત્યાં ટેસ્ટથી લઇ સારવાર સુધીની સુવિધાઓનો અભાવ હોય છે.'સારવાર, સાધનો, ડોકટરો અને કોવિડ-૧૯ના દર્દીઓના આરોગ્ય પર નજર રાખનાર સારી ગુણવત્ત્।ાના ચેસ્ટ એકસ રે મશીનોનો અભાવ હોય છે.' એમ દિલ્હીની મૌલાના આઝાદ મેડિકલ કોલેજના મેડિકલ ડાયરેકટર ડો.સુરેશ કુમારે કહ્યું હતું. કોરોનાના મોટા ભાગના કેસ હાલ ઉત્ત્।ર પ્રદેશ અને બિહારમાંથી સામે આવી રહ્યા છે.

(11:11 am IST)