મુખ્ય સમાચાર
News of Friday, 28th August 2020

૨૦૨૨માં મોદી લહેરમાં નહીં થાય બધાની નૌકા પાર : જાતે કરવી પડશે મહેનત

ઉત્તરાખંડ ભાજપના અધ્યક્ષનો સ્ફોટક દાવો

દેહરાદૂન,તા.૨૮: બંશીધર ભગત ઉત્ત્।રાખંડમાં ભારતીય જનતા પાર્ટીના આઠમાં પ્રદેશ અધ્યક્ષ છે. બંશીધરનું કહેવું છે કે હું મારી જવાબદારી સંપૂર્ણ નિષ્ઠા સાથે અદા કરીશ અને જે લોકો સક્ષમ છે અને લોકોના હિતમાં કામ કરવા ઈચ્છે છે તેવા લોકોને તક આપીશ. ભાજપ પ્રદેશ અધ્યક્ષ બંશીધરે તે પણ સ્પષ્ટ કર્યું છે કે ૨૦૨૨માં યોજાનારી વિધાનસભા ચૂંટણી ઘણી મહત્વની રહેશે. આ ચૂંટણીમાં જીતવા માટે ધારાસભ્યોએ તનતોડ મહેનત કરવી પડશે.બંસીધરનું કહેવું છે કે આ વખતે ધારાસભ્યોને ચૂંટણીમાં જીતવા માટે જાતે જ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં જઈને લોકો સામે પોતાની પ્રતિભા દેખાડવી પડશે અને લોકો પાસેથી મત મેળવવા પડશે. તેમણે કહ્યું છે કે આ વખતે મોદી લહેરના આધારે કોઈની પણ હોડી પાર થવાની નથી.

ધારાસભ્યોએ જાતે જ મહેનત કરવી પડશે. તમામ લોકોએ પોતાના વિસ્તારમાં જવું પડશે. તેમણે જણાવ્યું હતું કે પહેલાની જેમ હવે એવું નહીં થાય કે મોદીના નામથી ધારાસભ્યોને મત મળી જશે. તેમણે તે પણ આશા વ્યકત કરી છે કે આ વખતે વિધાનસભા ચૂંટણી માટે તેમના ધારાસભ્યો ઘણી મહેનત કરશે અને વધારેમાં વધારે લોકો પાસેથી વોટ મેળવવામાં સફળ રહેશે.

(11:13 am IST)