મુખ્ય સમાચાર
News of Friday, 28th August 2020

બિહારમાં દારૂડીયા પડોશીએ ૯ વર્ષની બાળા પર બળાત્કાર કરી નિપજાવી હત્યા

લાપતા દીકરી ને શોધી રહેલ પોલીસને પેટીમાંથી લાશ મળી

ગોપાલગંજ તા. ૨૮ : બિહારના ગોપાલગંજમાં એક દારૂડીયા શખ્સનું હીન કારસ્તાન બહાર આવ્યુ છે. પડોશમાં રહેતી ૯ વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજરાતી હત્યા કરી નાખી હતી. ઘરના લોકોએ ગુમ થયેલ બાળકી અંગે પોલીસને જાણ કરી હતી. બાદમાં જયારે શોધખોળ આદરવામાં આવી ત્યારે આરોપીના ઘરમાં પેટીમાંથી લાશ મળી આવી હતી. પોલીસે રેપ અને પોકસો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

(12:52 pm IST)