મુખ્ય સમાચાર
News of Friday, 28th August 2020

હવાઈ યાત્રા કરનારાઓ માટે મોટા સમાચારઃ નવા નિયમો જાહેર

એરલાઇન્સ હવે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ દરમિયાન પહેલાની જેમ પેક કરેલું ભોજન પીરસી શકશે

જો કોઈ યાત્રી મુસાફર દરમિયાન માસ્ક પહેરવાથી ઇન્કાર કરશે તો તેનુંનામ એરલાઇન દ્વારા નો-ફલાઇટ લિસ્ટમાં મૂકી દેવામાં આવી શકે છે

નવી દિલ્હી,તા.૨૮ : ૨૨ માર્ચે દેશભરમાં લોકડાઉનની જાહેરાત બાદ ૨૫ મેથી શરૂ કરવામાં આવેલી ડોમેસ્ટિક ફ્લાઇટ સેવા માટે હવે નવી SOP જાહેર કરવામાં આવી છે. બદલાયેલા નિયમો મુજબ, વિભિન્ન એરલાઇન્સ હવે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ દરમિયાન પહેલાની જેમ પેક કરેલું ભોજન પીરસી શકશે. બીજી તરફ, હવે જો કોઈ યાત્રી મુસાફર દરમિયાન માસ્ક પહેરવાથી ઇન્કાર કરશે તો તેનું નામ એરલાઇન દ્વારા નો-ફ્લાઇટ લિસ્ટમાં મૂકી દેવામાં આવી શકે છે.

SOPમાંકહેવામાં આવ્યું છે કે ભોજન પીરસવા માટે સ્વચ્છ ડિસ્પોજેબલ ટ્રે, પ્લેટ કે કટલરીનો ઉપયોગ કરવામાં આવશે. ક્રૂ મેમ્બર્સ પ્રત્યેક મીલ કે બેવરેજને પીરસતાં પહેલા નવા ગ્લોવ્ઝ પહેરવા જેથી સાફસફાઈનું યોગ્ય રીતે પાલન થઈ શકે. આ સેવાઓને શરૂ કરતાં પહેલા યાત્રીઓને સૂચિત કરવામાં આવશે. આ પહેલા કોવિડ-૧૯ સંક્રમણને જોતાં હાલ જે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ચાલુ છે તેમાં ભોજનની સામગ્રી પીરસવા પર પ્રતિબંધ છે, જેને હવે ખતમ કરવામાં આવી રહ્યો છે.

(3:34 pm IST)