મુખ્ય સમાચાર
News of Friday, 28th August 2020

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રિયા ચક્રવર્તી ની સીબીઆઈ દ્વારા ૪ થી ૫ કલાક પૂછપરછ : ૩૦ સવાલો ની લાંબી યાદી

તપાસ એજન્સીની ૩ ટિમો પૂછપરછ કરી રહી છે : ઘટનાક્રમ ઉપર ફોકસ : ઘટના વખતે રિયા ક્યાં હતી અને શું કરી રહી હતી ? વગેરે પ્રશ્નો

મુંબઈ : સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ગર્લફ્રેન્ડ રિયા ચકરવર્તીની સીબીઆઈ દ્વારા ૪ થી ૫ કલાક પૂછપરછ ચાલી રહી છે. ૩૦ જેટલા સવાલો ની લાંબી યાદી છે.

સીબીઆઇની ત્રણ ટીમો શુક્રવારે રિયાની 4-5 કલાકથી પુછપરછ કરી રહી છે. તેની પાસે યુરોપ ટ્રિપ, સુશાંત સાથેના સંબંધો અને આર્થિક વ્યવહારો સહિતના પ્રશ્નો કરી રહી છે. સીબીઆઇએ 30 પ્રશ્નોની યાદી બનાવી હોવાનું માલુ પડ્યું છે.

સીબીઆઇની ત્રણ પૈકીને પહેલી ટીમ સુશાંતના કૂક નીરજ, ફલેટમેટ સિદ્ધાર્થ પિઠાની અને હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાની પુછપરછ કરી રહી છે. જ્યારે સીબીઆઇ એસપી નુપૂર પ્રસાદ (SP Nupur Prasad) રિયાની પુછપરછ કરી રહ્યાં છે. જ્યારે ત્રીજી ટીમ રિયાના ભાઇ શૌવિકની પુછપરછમાં લાગી છે. રિયાની પહેલાં રાઉન્ડની પુછપરછ ચાલુ છે. માનવામાં આવી રહ્યું છે કે હજુ પણ રિયાની અવાર નવાર પુછપરછ થઇ શકે છે.

પ્રથમ રાઉન્ડમાં સીબીઆઇ રિયાની યુરોપ ટૂર, સુશાંત સાથેના સંબંધો અને પૈસા ઉપરાંત સિદ્ધાર્થ પિઠાનીને તેની જુબાનીમાં જેનો ઉલ્લેખ કર્યો છે, તે હાર્ડડિસ્ક અંગે પણ પુછપરછ કરાઇ રહી છે. સવાલ-જવાબ 8 જૂનથી 14 જૂન સુધીના ઘટનાક્રમ પર ફોકસ છે. સીબીઆઇ જાણવા માગે છે કે સમયગાળામાં શું થયું અને રિયા ક્યાં હતી અને શું કરી રહી હતી?

પહેલો સવાલ-સુશાંતને ક્યા અને કેવી રીતે મુલાકાત?

સીબીઆઇના એસપી નુપૂર પ્રસાદે સુશાંતને ક્યારે અને કેવી રીતે મળીના સવાલ સાથે રિયા સીથે પુછપરછનો સિલસિલો શરુ કર્યો હતો. પણ પુછવામાં આવ્યું કે સુશાંત સાથે તેના સંબંધો કેવા હતા? બંને વચ્ચે કોઇ બાબતે તકરાર થઇ હતી ઉપરાંત તે સુશાંત સાથે વૉટર સ્ટૉન હોટેલ કેમ ગઇ હતી?

30 સવાલોની લાંબી યાદી

1. 8 જૂને એવું તો શું થયું કે તું સુશાંતનો ઘર છોડીને જતી રહી?
2.
શું સુશાંત કોઇ વાતે પરેશાન હતો? જો હાં, તો કઇ વાત હતી?
3.
સુશાંતની મોત 4 જૂનના દિવસે તું ક્યાં હતી, શું કરી રહી હતી?
4.
સુશાંત કઇ દવા લઇ રહ્યો હતો? તે કોઇ દવા તેને સૂચવી હતી?
5.
શું તે સુશાંતની કોઇ ડૉક્ટર સાથે મુલાકાત કરાવી હતી?
6.
સુશાંત હિન્દુજા હોસ્પિટલમાં શા માટે દાખલ થયો હતો?
7.
શું તે સુશાંતની ખરાબ તબિયત અંગે તેની ફેમિલીને જાણ કરી હતી?
8.
શું તે સુશાંત સાથે કોઇ ફિલ્મ સાઇન કરી હતી?
9.
શું તારા પિતાએ સુશાંતને કોઇ દવા લેવાનું કહ્યું હતું?
10.
શું સુશાંતના પૈસા અંગેના તમામ નિર્ણય તુ લેતી હતી?
11.
સુશાંત સાથે તારા સંબંધો કેવા હતા? તમે ક્યાં કેવી રીતે મળ્યા હતા?
12.
શું સુશાંતના મોત પછી તે સુશાંતની ફેમિલીને ફોન કર્યો હતો?
13.
શું સુશાંતના મોત બાદ તું તેના ઘરે ગઇ હતી?
14.
તું કૂપ હોસ્પિટલના શબઘર શું કરવા ગઇ હતી?
15.
મુંબિ પોલીસે તારી કેટલી વખત પુછપરછ કરી?
16.
તે સુશાંત સાથે મળી નવી કંપની કેમ બનાવી?
17.
લોકડાઉનમાં તારા ઘરે કોણ-કોણ મળવા આવ્યું હતું?
18.
શું સુશાંતની બહેન સાથે તારે ઝગડો થયો હતો?
19.
તે સુશાંત સાથે સંબંધો અંગે કોને-કોને કહ્યું હતું?
20.
તે DCP (બાંદ્રા)ને શા માટે ફોન કર્યો હતો
21. સુશાંતનું મોત કેવી રીતે થયું, તને શું લાગે છે?
22.
તું સિદ્ધાર્થ પિઠાનીને ક્યારે મળી?
23.
તે સુશાંતના ઘરેથી સ્ટાફને નોકરીમાંથી કેમ કાઢ્યો?
24.
શું તુ પિઠાની અને સેમ્યુઅલ મિરાન્ડાના સંપર્કમાં છે?
25.
યુરોપ ટ્રિપ પર શું થયું હતું?
26.
સુશાંતના બેન્કથી પૈસા કંયા ગયા, ખર્ચ થયા તે ક્યાં થયા?
27.
તે હાર્ડડિસ્ક ડિલીટ કેમ કરાવી, તે હાર્ડડિસ્ક્સમાં શું હતું?
28.
તે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું- સુશાંત ડ્રગ્સ લેતો હતો. અંગે તુ ક્યારથી જાણતી હતી? તેને રોકવા માટે તે શું કર્યું?
29.
શું તે કે તારા ભાઇએ સુશાંત માટે ક્યારેય ડ્રગ્સ ખરીધ્યું હતું.?
30.
સુશાંત માટે ડ્રગ્સ કોણ લાવતું હતું, તેના પૈસા કોઇ આપતું હતું?

સીબીઆઇ પછી નાર્કોટિક્સ પણ સવાલો કરશે

રિયા ચક્રવર્તીની મુશ્કેલી હજુ વધવાની છે, એવું લાગે છે. કારણ કે હાલ સીબીઆઇ તેની ઘનિષ્ઠ પુછપરછ કરી રહી છે. એટલું નહીં ભવિષ્યમાં પણ તેને વારંવાર બોલાવશે. હવે જાણવા મળ્યું છે કે સુશાંતના મોત સાથે ડ્રગ્સનો મામલો પણ જોડાતા નાર્કોટિક્સની ટીમ પણ રિયાની પુછપરછ કરશે. નાર્કો ટીમો કેસમાં પહેલેથી તપા શરુ કરી દીધી છે.

રિયા નુપૂર પ્રસાદ સામે કંઇ છુપાવી નહીં શકે

મુંબઇના DRDO ગેસ્ટ હાઉસમાં રિયા ચક્રવર્તીની સીબીઆઇ પુછપરછ કરી રહી છે. તેની દિગ્ગજ અધિકારી SP નુપૂર પ્રસાદ બહુ બાહોશ અધિકારી છે. તેમની સાથે CBI અધિકારી અનિલ યાદવ પણ છે. કહેવાય છે કે રિયા નુપૂર પ્રસાદના સવાલો સામે ટકી નહી શકે અને પોપટની જેમ બધુ કહી દેશે.

(7:56 pm IST)