મુખ્ય સમાચાર
News of Friday, 28th August 2020

એસ્ટ્રોજેન હોર્મોન્સને પરિણામે મહિલાઓમાં ગંભીરતા ઓછી

પુરૂષો કરતાં મહિલામાં કોરોનાના લક્ષણ ઓછા કેમ? : કરન્ટ હાયપરટેન્શન રિપોર્ટ જર્નલના અભ્યાસમાં ચોક્કસ જાતિને સંલગ્ન એસ્ટ્રોજેન અંગે પ્રિક્લિનકલ ડેટા રજૂ કરાયા

વોશિંગ્ટન, તા. ૨૮ : કોરોનાના ચેપગ્રસ્તો પર થયેલા એક રસપ્રદ અભ્યાસમાં પુરૂષોની તુલનાએ સ્ત્રીઓમાં કોરોનાના ગંભીર લક્ષણોનું જોખમ ઓછું હોવા અંગેનું કારણ બહાર આવ્યું છે.અમેરિકાના વેક ફોરેસ્ટ બેપ્ટિસ્ટ મેડિકલ સેન્ટરના સંશોધકોના મતે મહિલાઓમાં રહેલા એસ્ટ્રોજેન હોર્મોનનો સંદર્ભ આપીને જણાવ્યું કે હોર્મોન હદયમાં એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝઆઈમનું (છઝ્રઈ૨) સ્તર ઘટાડે છે. એટલા માટે મહિલાઓમાં કોરોનાના ગંભીર લક્ષણો મળવાનું જોખમ ઓછું રહે છે. કરન્ટ હાયપરટેન્શન રિપોર્ટ નામના જર્નલમાં પ્રકટ થયેલા અભ્યાસમાં ચોક્કસ જાતિને સંલગ્ન ખાસ કરીને એસ્ટ્રોજેન અંગેના પ્રીક્લિનકલ ડેટા રજૂ કરાયા છે. વેક ફોરેસ્ટ સ્કૂલ ઓફ મેડિસિનના પ્રોફેસર લીન ગ્રોબાને જણાવ્યું કે, અમે જાણીએ છીએ કે કોરોના વાયરસ હદય પર અસર કરે છે અને મહિલાઓમાં હદય સંબંધિત બીમારીમાં એસ્ટ્રોજેન રોગપ્રતિકારક જેવું કામ કરે છે.

    એટલા માટે પુરૂષની તુલનાએ સ્ત્રીઓમાં કોરોનાના ગંભીર લક્ષણો થવાનું પ્રમાણ નીચું હોવાનું એક કારણ હોર્મોનના તફાવતનું હોઈ શકે છે. સંશોધકોએ જણાવ્યા મુજબ હોર્મોન હદય, ધમનીઓ, કિડની અને આંતરડાઓના કોષ પટલ સાથે જોડાયેલ હોય છે અને તે કોરોના વાયરસના સંક્રમણ માટે જવાબદાર સેલ્યુલર રિસેપ્ટર હોય છે. આના દ્વારા તે વાયરસને અંગોના કોષમાં પહોંચાડે છે. અભ્યાસમાં મળેલા તારણો મુજબ એસ્ટ્રોજેન હદયમાં એન્જિયોટેન્સિનનું પ્રમાણ ઘટાડી દે છે અને તેને પગલે સ્ત્રીઓ કોવિડ સંક્રમણના ગંભીર લક્ષણોથી સુરક્ષિત રહે છે. પેશીઓમાં કેન્જિયોટેન્સિનનું ઊચું પ્રમાણ રહેવાથી પુરૂષોણાં કોરોના સંક્રમણના ગંભીર લક્ષણો વધુ જોવા મળે છે. તારણ ખૂબ મહત્વનું છે અને તેનાથી પુરૂષો તેમજ સ્ત્રીઓમાં કોરોનાના ગંભીર લક્ષણો અંગે સચોટ માહિતી મળી શકે છે. અભ્યાસ પ્રવર્તમાન સમયમાં ખૂબ ઉપયોગી થઈ શકશે અને તેના આધારે સારવાર કરવી પણ સરળ બનશે તેમ ગ્રોબાને જણાવ્યું હતું.

(9:29 pm IST)