મુખ્ય સમાચાર
News of Tuesday, 28th September 2021

હરિયાણા સરકારે પાન, ગુટખા અને તમાકુ વગેરે પર પ્રતિબંધ એક વર્ષ માટે લંબાવ્યો

તમામ જિલ્લા નાયબ કમિશનરો, પોલીસ અધિક્ષકો, સિવિલ સર્જનો, નિયુક્ત અધિકારીઓ અને રાજ્યના તમામ ખાદ્ય અને સુરક્ષા અધિકારીઓને આદેશ

નવી દિલ્હી :હરિયાણા સરકારે પાન, ગુટખા અને તમાકુ વગેરે પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. કેન્સર જેવા ભયંકર રોગનું કારણ બનતા માદક પદાર્થો ન ખાવા જોઈએ એવું તો બધા જાણતાં જ હોય છે છતાં લોકો બેધડક ખાઈ છે. ગુટકા અને તમાકુ ઉપર રાજ્ય સરકારે એક વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. આ સંજોગોમાં ગુટકા અને તમાકુના વ્યસનીને સરકારનો આ નિર્ણય આંચકા સમાન લાગશે.

હરિયાણાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાજ્યમાં ગુટકા, પાન મસાલા અને તમાકુ પર પ્રતિબંધ આગામી એક વર્ષ માટે લંબાવ્યો છે. આ આદેશો તમામ જિલ્લા નાયબ કમિશનરો, પોલીસ અધિક્ષકો, સિવિલ સર્જનો, નિયુક્ત અધિકારીઓ અને રાજ્યના તમામ ખાદ્ય અને સુરક્ષા અધિકારીઓને આપવામાં આવ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે 7 સપ્ટેમ્બર 2020 ના રોજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ ઘડવામાં આવેલા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ નિયમો 2011ના નિયમન 2.3.4 અનુસાર તમાકુ અને નિકોટિન (ગુટકા) કોઈપણ ખાદ્ય ઉત્પાદનના ઘટકો તરીકે, પાન મસાલા) વિભાગ દ્વારા 1 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. હવે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ, હરિયાણાના કમિશનરે આગામી એક વર્ષ માટે આ ઓર્ડરને મંજૂરી આપી દીધી છે. હવે 7 સપ્ટેમ્બર 2021થી 7 સપ્ટેમ્બર 2022 સુધી હરિયાણા રાજ્યના કોઈપણ ખાદ્ય ઉત્પાદનમાં તમાકુ અને નિકોટિન (ગુટકા, પાન મસાલા)ના ઉત્પાદન, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ રહેશે. હવે ગુટકા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટિન વેચાણ કાનૂની ગુનો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ તમાકુ અને નિકોટિન ધરાવતી ખાદ્ય વસ્તુઓનું ઉત્પાદન, સ્ટોર અને વેચાણ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે.

(12:00 am IST)