મુખ્ય સમાચાર
News of Monday, 27th September 2021

કેરળમાં કોરોનાનો કહેર ઘટ્યો :દેશમાં નવા 14.902 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 24.238 દર્દીઓ રિકવર થયા : વધુ 181 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.47.406 થયો :એક્ટીવ કેસ 2.84.060 થયા : કુલ કેસની સંખ્યા 3.36.93.148 થઇ

સૌથી વધુ કેરળમાં 11.699 કેસ,મહારાષ્ટ્ર્રમાં 2563 કેસ, તામિલનાડુમાં 1657 કેસ, આંધ્રપ્રદેશમાં 616 કેસ,મિઝોરમમાં 527 કેસ,કર્ણાટકમાં 504 કેસ,પશ્ચિમ બંગાળમાં 472 કેસ, ઓરિસ્સામાં 444 કેસ, આસામમાં 412 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 14.902 કેસ નોંધાયા છે. જ્યારે 24.238 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 14.902 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 181 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.47.406 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 14.902 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.36.93.148 થઇ છે, એક્ટિવ સંખ્યા 2.84.060 થઇ છે છેલ્લા 24 કલાકમાં 24.238 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.29.48.657 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં સૌથી વધુ કેરળમાં 11.699 કેસ,મહારાષ્ટ્ર્રમાં 2563 કેસ, તામિલનાડુમાં 1657 કેસ, આંધ્રપ્રદેશમાં 616 કેસ,મિઝોરમમાં 527 કેસ,કર્ણાટકમાં 504 કેસ,પશ્ચિમ બંગાળમાં 472 કેસ, ઓરિસ્સામાં 444 કેસ, આસામમાં 412 કેસ નોંધાયા છે

(1:07 am IST)