મુખ્ય સમાચાર
News of Tuesday, 28th September 2021

રાજકોટ ઝોનની 19 નગરપાલિકા વિસ્તારની ફાયર NOC વગરની 110 ખાનગી શાળાઓ અને 16 ખાનગી હોસ્પિટલોને સીલ કરવા આદેશ

હાઇકોર્ટમાં ચાલતી ફાયર સેફટી પિટિશન અંગે ચીફ ઓફિસરીઓને આ તમામ ઈમારતોને સિલ કરવા તત્કાલ સીલ કરવા સૂચના : ફાયર સેફટી વિહોણા એકમોના માલિકોમાં ફફડાટ

અમદાવાદ : પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ,રાજકોટ ઝોન વરુણકુમાર બરંવાલના માર્ગદર્શન હેઠળ  રિજિયોનલ ફાયર ઓફિસર રાજકોટ ઝોન  દ્વારા રાજકોટ ઝોનની કુલ ૩૦ નપાઓ પેઇકી ૧૯ નગરપાલિકા વિસ્તારની ૧૧૦ ખાનગી શાળાઓ તથા ૧૬ ખાનગી હોસ્પિટલો કે જેઓએ હાલ લગી વારમ વાર નોટિસો અને સૂચનાઓ આપવા છતાં ફાયર NOC મેળવેલ નથી કે ફાયર સેફ્ટી માટે નિયત કરાયેલ જરૂરી ઇકવિપમેંન્ટ લગાવેલ નથી તેઓને નામદાર હાઇકોર્ટમાં ચાલી રહેલ ફાયર સેફ્ટી અંગેની રિટ પિટિશન નંબર ૧૧૮/૨૦૨૦ અન્વયે ગુજરાત રાજ્ય ફાયર પ્રિવેંશન એન્ડ લાઈફ સેફટી મેજરસ  એકટ -૨૦૧૩ ની કલમ ૨૫ અને ૨૬ તથા પેટા કલમ ૧,૨ અને ૩ ની જોગવાઈઓ મુજબ આ ઈમારતોને સિલ કરવાના હુકમો કરવામાં  આવેલ છે. આર. એફ.ઓ.ના આ હુકમો અન્વયે હવે આ ૧૯ નગરપાલિકાઓના ચીફ ઓફિસરઓ આ તમામ ઈમારતોને સિલ કરવા તત્કાલ કાર્યવાહી હાથ ધરશે તેવું યાદીમાં જણાવવામાં આવેલ છે.

(9:56 pm IST)