મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

અમેરિકાના હ્યુસ્ટનમાં આવેલા મીનાક્ષી મંદિરમાં દિવાળી ઉત્સવ ઉજવાયો : કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ રથયાત્રા રદ કરાઈ : ફટાકડાની આતશબાજી પણ રદ કરી સાદગીપૂર્ણ ઉજવણી કરી : મંદિરમાં દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા

હ્યુસ્ટન : યુ.એસ.ના હ્યુસ્ટનમાં આવેલા પીરલેન્ડ મુકામે મીનાક્ષી મંદિરમાં 14 નવેમ્બરના રોજ ભારતીયોનો પ્રિય તહેવાર દિવાળી ઉત્સવ ઉજવાયો હતો.

વર્તમાન કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ દર વર્ષે નીકળતી રથયાત્રા આ વર્ષે  રદ કરવામાં આવી હતી.તેમજ ફટાકડાની આતશબાજી તથા આનંદ બજાર સહિતના આયોજનો પણ રદ કરાયા હતા.

કોવિદ -19 ના નિયમોના ચુસ્ત પાલન સાથે ભાવિકોએ મંદિરમાં દર્શન કર્યા હતા તથા ધન્ય બન્યા હતા તેવું આઇએએન દ્વારા જાણવા મળે છે.

(8:13 pm IST)