મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

તલાટીએ કહ્યું લગ્ન નથી થયા એટલે રેશનકાર્ડ નહીં મળેઃ તો યુવક વરઘોડો લઈને પહોંચ્યો તરત જ કામ પતી ગયું

મહારાષ્ટ્રના પટોદામાં અજીબ ઘટનાઃ તલાટીએ કહ્યું તમે કુંવારા છો અને પરિવાર નથી એટલે ન મળે રાશનકાર્ડ : વરઘોડો લઈને પહોંચી ગયો યુવક, કહ્યું રાશનકાર્ડ આપો નહીં તો કન્યા આપો

મુંબઇ,તા. ૨૮: મહારાષ્ટ્રના પટોદામાં એક અજીબ ઘટના સામે આવી છે. અહિયાં એજ તલાટીએ યુવકને તમે વિવાહિત નથી એવું કહીને તેને રાશનકાર્ડ ન આપ્યું. જે બાદ તે વ્યકિત વરઘોડો લઇને તલાટીની ઓફીસ પર પહોંચી ગયો અને કહ્યું કે મને રાશનકાર્ડ આપો અથવા લગન કરાવો. જે બાદ તલાટીએ તાત્કાલિક રાશનકાર્ડ બનાવી આપવું પડ્યું.

આ ઘટના પાટોદા તાલુકાના ધનગરજવડકા ગામની છે. અમિત ઘનશ્યામ આગે નામના વ્યકિતએ તલાટી કાર્યાલયમાં રાશનકાર્ડ માટે અરજી કરી હતી. આ યુવક શિક્ષિત બેરોજગાર છે. જોકે તેની અરજી રદ કરવામાં આવી હતી.  જયારે તેણે અધિકારીને પૂછ્યું કે આવું કેમ થયું તો તેને કારણ આપવામાં આવ્યું કે તે વિવાહિત નથી. તલાટી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું કે પરિવારની વ્યાખ્યામાં ફિટ બેસતું નથી.

જે બાદ અમિતે અધિકારીને કહ્યું કે તે બેરોજગાર છે અને તે કારણે લગ્ન કરી શકતો નથી. અમિતે કાર્યાલયમાં કેટલાય ધક્કા ખાધા પણ સફળતા મળી નહીં. જે બાદ મજબૂર થઇને અમિતે એક ચાલાકી કરવી પડી. ગુરુવારે તે વરરાજા બનીને બેન્ડ-બાજા સાથે તલાટીની ઓફીસ પહોંચી ગયો.

અમિતે તલાટીને કહ્યું કે તમે રાશનકાર્ડ આપો, નહીં તો કોઈ સારી કન્યા સાથે વિવાહ કરાવી આપો. લગ્ન બાદ મારો પરિવાર પણ હશે અને તે બાદ રાશનકાર્ડ બનાવી આપ જો. જે બાદ તલાટી ચોંકી ગયા અને તેમણે કર્મચારીઓને આદેશ આપી દીધા અને તાત્કાલિક રાશનકાર્ડ બનાવીને યુવકને હાથોહાથ આપી દેવામાં આવ્યું.

(9:41 am IST)