મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

દાંત પડી જાયઃ પેઢા નબળા પડી જાય

કોરોનાનું નવું લક્ષણ સામે આવ્યું: દાંતોમાં જો કોઇ તકલીફ હોય તો સાવધાન થઇ જાવ

નવી દિલ્હી, તા.૨૮: કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ પરેશાન છે ત્યારે કોરોનાનું એક નવુ લક્ષણ ઉમેરાયુ છે જેનો સીધો સંબંધ તમારા દાંત સાથે છે. એક રિપોર્ટ અનુસાર કોરોનાના દર્દીઓમાં પેઢા નબળા થઇ જવા અને દાંત પડી જવાની સમસ્યા સામે આવી છે. આવી દ્યટનાઓ બાદ વૈજ્ઞાનિકો એ જાણવામાં લાગ્યા છે કે શું ખરેખર કોરોના વાયરસ દાંતને નુકસાન પહોંચાડી શકે છે.

ન્યૂયોર્કમાં રહેનાર ૪૩ વર્ષીય ફરાહે જણાવ્યું કે તેણે જેવી વિંટરગ્રીન બ્રેથ મિન્ટ ચાવી તરત જ તેમના નીચેના દાંતોમાં કંઇક અનુભવાયુ. તેમણે અડીને જોયુ તો તે દાંત હલી રહ્યો હતો. ફરાહના દાંત હલવાનું કારણ કંઇક અલગ જ હતું,

બીજા જ દિવસે ફરાહનો તે દાંત ટૂટી ગયો અને ના તેમાં કોઇ પણ દુખાવો થયો કે ના લોહી નીકળ્યુ. મહત્વનું છે કે ફરાહ થોડા દિવસો પહેલા જ કોરોનાનો ભોગ બની હતી અને ત્યારથી જ તે ઓનલાઇન તેવા ગ્રુપને ફોલો કરે છે જે લોકોને લક્ષણ છે અથવા તેઓ કોરોનાનો ભોગ બની ચૂકયા છે.

અત્યાર સુધી કોઇ પ્રમાણ નથી મળ્યા કે કોરોના સંક્રમણને કારણે જ આવુ થઇ રહ્યું છે પરંતુ તે ગ્રુપમાં રહેલા લોકોને દાંત ટૂટવાની અને પેઢામાં સેન્સીટીવીટીનો અનુભવ થયો છે. માનવામાં આવી રહ્યું છે કે આ કોરોનાની સાઇડ ઇફેકટ હોઇ શકે છે.

એક યુનિવર્સિટીના ડોકટરનું કહેવું છે કે કોઇ પણ વ્યકિતના દાંતનું સોકેટ આમ અચાનક બહાર આવી જવું તે ખુબ જ આશ્યર્યજનક કહી શકાય. દાંતો સાથે જોડાયેલી આ સમસ્યા વધુ ભયંકર હોઇ શકે છે અને આ બિમારીમાંથી લોકો લાંબા સમયે રિકવર થશે.

૨૦૧૨ના એક રિપોર્ટ અનુસાર ૩૦ કે તેનાથી વધારે ઉંમરના ૪૭ ટકા લોકોમાં પીરિયડોન્ટલ ડિસીઝ અને પેઢાનું ઇન્ફેકશન તેમજ હાડકા નબળા થઇ જવાની સમસ્યા રહે છે.

એક રિપોર્ટ અનુસાર ગુટકા ખાવાથી અને સિગરેટ પીવાથી દાંત ખરાબ થાય છે અને પેઢા નબળા થઇ જાય છે. તો જો તમારે દાંતની સમસ્યાથી બચવુ હોય તો સિગરેટ અને ગુટકાને અલવિદા કહી દેવું પડશે.

(3:25 pm IST)