મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

ખોદકામમાં ઘર મળ્યું તે ઈસા મસીહના બાળપણનું ઘર છે

બ્રિટિશ સંશોધકે મોટો દાવો કર્યો : ઈઝરાયેલના નજારેથમાં કોન્વેન્ટની નન ના પહેલી શતાબ્દીના આવાસના અવશેષોનું રિસર્ચ કરવામાં ૧૪ વર્ષ વિતાવ્યા છે

ઈઝરાયલ,તા.૨૮ : એક બ્રિટિશ પુરાતત્વવિદે ઈઝરાયેલના નજારેથમાં ખોદકામ દરમિયાન ઈસુ ખ્રિસ્તના બાળપણનું ઘર મળ્યાનો દાવો કર્યો છે. પુરાતત્ત્વવિદે પોતાના પુસ્તકમાં દાવો કર્યો છે કે, ઈઝરાયેલમાં સિસ્ટર્સ ઓફ નજોરેથ કોન્વેન્ટના ખોદકામ દરમિયાન જે ઘર મળ્યું છે, તે ઈસા મસીહના બાળપણનુ ઘર છે. શોધકર્તાઓએ જણાવ્યું કે, યેશુના પિતા જોસેફે આ ઘર બનાવ્યું હતું.  બ્રિટનમાં બર્કશાયરમાં સ્થિત રીડિંગ યુનિવર્સિટીના પુરાતત્વવિદ પ્રોફેસર કેશ ડાર્કે દાવો કર્યો છે કે, ઈઝરાયેલમાં નજારેથ કોન્વેન્ટના નન (સિસ્ટર્સ) માટે ખોદકામ કરી રહ્યા હતા, ત્યારે ઈસુ ખ્રિસ્તના બાળપણનું ઘર મળ્યું છે. ડેઈલી મેલના અનુસાર, કેન ડાર્કે ઈઝરાયેલના નજારેથમાં નજારેથ કોન્વેન્ટની નન (સિસ્ટર્સ) ના પહેલી શતાબ્દીના આવાસના અવશેષોનું રિસર્ચ કરવામાં ૧૪ વર્ષ વિતાવ્યા છે.  પત્થર અને ચૂનાના ગારાથી બનાવાયેલું આ ઘર પહેલીવાર ૧૮૮૦માં ખોલવામાં આવ્યું હતું.

              તેને આંશિક રૂપથી એક ચૂનાના પત્થરની પહાડીને કાપીને બનાવવામાં આવ્યું હતું, જે ઈસુના પિતા જોસેફે બનાવ્યું હતું.  જે નનોની પાસે આ કોન્વેરન્ટનું સ્વામિત્વ હતું, તેઓએ ૧૯૩૦માં આ વિશ્વાસ સાથે તેનુ ખોદકામ કરાવ્યું હતું કે અહી ઈસુનું બાળપણનું ઘર હતું. તેમના આ વિચાર ૧૮૮૮ માં એક પ્રસિદ્ધ બાઈબલ વિદ્વાન વિક્ટર ગુડરિનના દાવા પર આધારિત હતું. પરંતુ તેનુ પ્રમાણ ક્યારેય ન મળ્યું. આ જગ્યા પર વર્ષ ૧૯૩૬ અને ૧૯૬૪ ની વચ્ચે અનેકવાર ખોદકામ કરવામાં આવ્યું હતું, જેના બાદ તેને વિદ્વાનો દ્વારા લગભગ ભૂલાઈ દેવાયું હતું. આ દરમિયાન કોઈ વિદ્વાને તેમા રસ ન દાખવ્યો. તેના બાદ પ્રોફેસર કેન ડાર્કે વર્ષ ૨૦૦૮માં પોતાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પ્રોફેસર કેન ડાર્કે ૨૦૧૫માં ખોદકામ સ્થળના પ્રારંભિક નિષ્કર્ષોના આધાર પર એક લેખ પ્રકાશિત કર્યો છે. જેમાં તે ઘરને મેરી અને જોસેફના ઘરના રૂપમાં ઓળખ આપી છે. તેના બાદ વિશ્લેષકો પાસેથી પણ તેની પુષ્ટિ થઈ કે, પહેલી શતાબ્દીનું આ ઘર છે. જે આ દાવાને મજબૂત કરે છે. હકીકતમા આ ઈસુનુ ઘર છે. પ્રોફેસરે જણાવ્યું કે, ફીલ્ડવર્ક ડેટા પર પાંચ વર્ષ શોધ કર્યા બાદ પહેલી સદીનું ઘર અને ચોથી-પાંચમી સદીના ચર્ચ માટે મજબૂત પુરાવા મળ્યા છે.

(7:21 pm IST)