મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

જીવની ચિંતા વગર યુદ્ધ જીતવા સજ્જ રહેવા આદેશ

ચીનના રાષ્ટ્રપતિની સેનાના જવાનોને સુચના : અમેરિકા, ભારત અને તાઇવાનથી તણાવની વચ્ચે સેનાને તૈયાર રહેવા અગાઉ પણ ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું હતુંં

બેઈજિંગ, તા.૨૮ : ચીનના રાષ્ટ્રપતિએ દુનિયાને ચોંકાવતું નિવેદન આપ્યું છે. શી જિનપિંગએ પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના સૈનિકોને પોતાના જીવની પરવા કર્યા વિના યુદ્ધ જીતવા તૈયાર રહેવા માટે કહ્યું છે. તેમણે સેનાના કમાન્ડરોને સંબોધિત કરતાં આ અપીલ કરી. દેશના સરકારી મીડિયા એ જિનપિંગના હવાલાથી કહ્યું કં મુશ્કેલ મોતની ચિંતા ના કરો અને યુદ્ધની સ્થિતિમાં ટ્રેનિંગને વધુ મજબૂત કરો. આની પહેલાં તેમણે અમેરિકા, ભારત અને તાઇવાનથી તણાવની વચ્ચે સેનાને તૈયાર રહેવા માટે કહ્યું હતું. ગયા મહિને જિનપિંગ એ નૌસેનાને કહ્યું હતું કે પોતાના મગજ અને ઉર્જાને જંગ જીતવા વધુ હાઇ લેવલ એલર્ટ પર રાખે. મરીન બેઝ પર શી એ સૈનિકોને યુદ્ધની ક્ષમતા વધારવાની અપીલ કરી જેથી કરીને દરેક મોસમમાં કેટલાંક કામ કરી શકાય ઝડપથી પ્રતિક્રિયા આપી શકાય.

ચીનના નેતાએ એક વખત ફરીથી તેના પર સેન્ટ્રલ મિલિટ્રી કમિશનમાં જોર આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે પાર્ટીનો ઉદ્દેશ પીએલએને વિશ્વસ્તરની સેના બનાવાનું છે. ઉલ્લેખનીય છે કે ચીન પોતાની સૈન્ય ક્ષમતાનો દેખાડો વધારીને કરતું આવ્યું છે. અમેરિકા, તાઇવાન અને ભારતની સાથે તણાવની વચ્ચે તે આવા સંદેશાઓ આપી રહ્યું છે. પ્રોપગેન્ડા મીડિયા સૈન્ય-અભ્યાસો દરમ્યાન રોકેટ અને મિસાઇલો છોડવાનો વીડિયો રજૂ કરતું રહે છે. એટલે સુધી કે અમેરિકન બેઝો પર ડમી હુમલાની ક્લિપ પણ રજૂ કરે છે.

(7:27 pm IST)