મુખ્ય સમાચાર
News of Sunday, 28th November 2021

LAC પર ચીન બનાવી રહ્યું છે રસ્તા-રહેવાની વ્યવસ્થા

PLAની ગતિવિધિઓ પર ભારતે વ્યક્ત કરી ચિંતા : ચીન કાશગર ગર ગુંસા અને હોટનમાં હાઈવે પહોળા કરી રહ્યું છે અને નવી હવાઈ પટ્ટીઓ બનાવી રહ્યું છે

નવી દિલ્હી, તા.૨૮ : વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ વચ્ચે ચીનની ગતિવિધિઓએ ફરી એકવાર ભારતનીચિંતા વધારી દીધી છે. અહેવાલ છે કે પીપલ્સ લિબરેશન આર્મીએ પૂર્વ લદ્દાખ સેક્ટરમાં બાંધકામનું કામ હાથ ધર્યું છે. ચીન LAC પર સતત પોતાની સૈન્ય તાકાત વધારી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગત શિયાળાની સરખામણીએ પડોશી દેશ રહેવાની વ્યવસ્થા, રોડ કનેક્ટિવિટી સહિત અનેક બાબતોમાં સારી સ્થિતિમાં છે.  બંને દેશો વચ્ચેની તાજેતરની વાતચીતમાં ભારતે પૂર્વી લદ્દાખ સેક્ટરમાં થઈ રહેલા બાંધકામ પર ચિંતા વ્યક્ત કરી હતી. રિપોર્ટ અનુસાર, સૂત્રોનું કહેવું છે કે, ચીન નવા હાઈવે અને કનેક્ટિવિટી રોડ તથા ન્છઝ્ર પાસે નવા બેઝ તૈયાર કરી રહ્યું છે, જે ભારતની ચિંતાના મુખ્ય કારણો છે. આ સાથે ચીને મિસાઈલ સહિત અનેક હથિયારો પણ જંગી માત્રામાં તૈનાત કર્યા છે.

સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર ચીન હાઈવેને પહોળો કરી રહ્યું છે અને કાશગર, ગર ગુંસા અને હોટનમાં તેના મુખ્ય મથકોથી દૂર નવી હવાઈ પટ્ટીઓ બનાવી રહ્યું છે, જેના કારણે સરહદ પર આ ફેરફારો ભારત માટે મહત્વપૂર્ણ છે. સૂત્રોએ જણાવ્યું કે ચીન આંતરિક સહિત ઘણી જગ્યાએ તેની વાયુસેના અને સેનાની તૈયારીઓ પણ કરી રહ્યું છે, જેથી તેને અમેરિકન અને અન્ય ઉપગ્રહોથી સુરક્ષિત કરી શકાય. એજન્સીના જણાવ્યા અનુસાર, સૂત્રોએ જણાવ્યું કે, PLA દ્વારા નિયંત્રિત તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં રોકેટ અને મિસાઇલો તૈનાત કરવામાં આવી છે. આ સાથે ચીને આ વિસ્તારમાં દેખરેખ માટે ડ્રોનની સંખ્યામાં પણ વધારો કર્યો છે. રિપોર્ટ અનુસાર, સૂત્રોએ જણાવ્યું કે, ભારતની તૈયારી પણ ગયા વર્ષની સરખામણીએ વધુ મજબૂત છે. આ સાથે, પ્રદેશમાં મુશ્કેલીઓનો સામનો કરવા માટે દેશે તમામ જરૂરી વસ્તુઓ તૈનાત કરી છે.

ભારતે પાકિસ્તાન-કેન્દ્રિત સશસ્ત્ર દળોને ઊંચાઈવાળા સરહદી વિસ્તારમાં મોકલ્યા છે, જ્યાં આર્ટિલરી બરફના રણમાં ટોપ કામ કરી શકે. સરહદ પર બંને દેશો વચ્ચે તણાવ ચાલુ છે.સમગ્ર પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં સુરક્ષા દળો મોટી સંખ્યામાં હાજર છે. આ ઉપરાંત હવામાન સંબંધિત મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે પણ વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેના આગામી ૬ મહિના સુધી લોજિસ્ટિક્સ સ્ટોર કરવા માટે સતત કામ કરી રહી છે.

(9:16 pm IST)