લગ્ને લગ્ને કુંવારોઃ નવ લગ્ન..ચાર છુટાછેડાઃ હવે ૧૦મી પત્ની શોધી રહ્યો છે આ ‘પ્લે બોય'
ડેલી સ્ટારના એક રિપોર્ટ અનુસાર હાલમાં તે ખૂબ દુઃખી છે કારણ કે તે છુટાછેડાના દૌરમાંથી પસાર થઇ રહ્યા છેઃ તે પોતાની આઠ પત્નીઓમાંથી ચારથી અલગ થઇ ચૂક્યા છે
લંડન,તા. ૨૮: બ્રાજીલના મોડલ આર્થર ઓ ઉર્સો પોતાના માટે દસમી પત્ની શોધી રહ્યો છે અને તેમણે તેના માટે રીતસર એ પણ કહ્યું છે કે તેમની નવી પત્નીને તે પ્રકારની સુવિધાઓ આપશે જે બાકી તમામ પત્નીઓને આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે તેમની પત્નીઓ પણ સાથે રહે છે જેની સાથે છુટાછેડા લઇ લીધા છે.
જોકે બ્રાજીલના મોડલ અને સોશિયલ મીડિયા ઇંફલૂએંસર આર્થર ઓ ઉર્સો ખૂબ ચર્ચિત છે. તેમને કુલ નવ વખત લગ્ન કર્યા છે પરંતુ તેમાંથી તે ચાર પત્નીઓને છુટાછેડા આપી ચૂક્યો છે પરંતુ તેમની સાથે પત્નીઓ રહે છે. હવે આર્થરને ફરીથી નવી પત્નીની શોધ છે. એટલે કે કુલ મળીને આ તેમના આ દસમા લગ્ન છે.
તે પોતાની લક્સરીપૂર્ણ લાઇફસ્ટાઇલ માટે પણ ચર્ચિત છે. ૩૬ વર્ષના આર્થર બ્રાજીલના જોઆઓ પેસોઆ શહેરના રહેવાસી છે. રસપ્રદ વાત એ છે કે તેમણે ૨૦૨૧ માં જ એકસાથે ૯ મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ થોડા મહિના બાદ જ તેમને એક પત્ની આ લગ્નથી અલગ થઇ ગઇ અને પછી કુલ મળીને ચાર પત્નીઓ સાથે છુટાછેડા લઇ ચૂક્યા છે.
રિપોર્ટ્સ અનુસાર આર્થરના લગ્ન સરકારી રીતે માન્ય નથી કારણ કે બ્રાજીલમાં એકથી વધુ મહિલાઓ સાથે લગ્ન કરવાની કાનૂની માન્યતા નથી. કદાચ એટલા માટે કે છુટાછેડા બાદ પણ તેમને પત્ની તેમની સાથે રહે છે. તે સેક્સુઅલ ફ્રીડમ અને એક લગ્ન પ્રથા વિરૂદ્ધ બોલે છે.
ડેલી સ્ટારના એક રિપોર્ટ અનુસાર હાલમાં તે ખૂબ દુખી છે કારણ કે તે છુટાછેડાના દૌરમાંથી પસાર થઇ રહ્યા છે. તે પોતાની આઠ પત્નીઓમાંથી ચારથી અલગ થઇ ચૂક્યા છે. તેમણે પરસ્પર સહમતિથી છુટાછેડા લઇ લીધા છે. હાલ હવે તે પોતાના માટે નવી પાર્ટનર શોધી રહ્યો છે.