મુખ્ય સમાચાર
News of Wednesday, 29th June 2022

મહારાષ્ટ્ર ધારાસભામાં ફ્લોર ટેસ્ટ પર ચુકાદો અનામત : બંને પક્ષોની દલીલો પૂર્ણ : 9 વાગ્યે સુપ્રીમ કોર્ટ નિર્ણય આપશે : રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને આવતીકાલ 30 જૂને બહુમત સાબિત કરવા કહ્યું છે : જેના વિરોધમાં શિવસેના સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી

મુંબઈ : ઉદ્ધવ ઠાકરે સરકારની કટોકટી .  મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં ભારતીય જનતા પાર્ટી પણ પ્રવેશી ગઈ છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી દ્વારા ફ્લોર ટેસ્ટની માંગ કરવામાં આવી હતી. જે મુજબ ઉદ્ધવ ઠાકરેને ધારાસભામાં 30 જૂને બહુમત સાબિત કરવા કહ્યું છે.

આવી સ્થિતિમાં સત્તાધારી ગઠબંધનમાં સામેલ શિવસેનાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે બહુમતીનો નિર્ણય સદનના ફ્લોર પર જ લઈ શકાય છે. બીજી તરફ એકનાથ શિંદે ગુવાહાટીમાં રોકાયેલા બળવાખોર ધારાસભ્યો સાથે ગોવા રવાના થઈ ગયા છે. શિંદેએ જાહેરાત કરી છે કે તેઓ 30 જૂને મુંબઈ પહોંચશે.

ફ્લોર ટેસ્ટ અંગેનો નિર્ણય રાત્રે 9 વાગ્યે આવશે. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:45 pm IST)