મુખ્ય સમાચાર
News of Wednesday, 29th June 2022

સુપ્રીમકોર્ટના નિર્ણય બાદ મુખ્યમંત્રીપદેથી ઉદ્વવ ઠાકરે રાજીનામું : ફેસબુક પર સંબોધન કરીને રાજીનામું આપવાની કરી જાહેરાત

ફેસબુક લાઈવ પર સંબોધનમાં ઉદ્ધવ ઠાકરેએ પોતાની સરકારની ઉપલબ્ધીઓ અને સાથીદારોની વાત કરી

મુંબઈ :  મહારાષ્ટ્ર સંકટમાં સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટને લઈને મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આવતીકાલે ફ્લોર ટેસ્ટ થવાનો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માટે આ એક મોટો આંચકો માનવામાં આવે છે. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર લાઈવ કર્યું હતું, ઉદ્ધવ ઠાકરેએ પોતાની સરકારની ઉપ્લબન્ધિઓ અને સાથીદારોની વાત કરી હતી તેમને મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી છે 

ફ્લોર ટેસ્ટના સુપ્રીમના આદેશ બાદ ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદેથી રાજીનામાની જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ કરવાના પક્ષમાં ચુકાદો આપતા ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર LIVE આવીને સંબોધન કર્યું હતું. લોકોને સંબોધિત કરતા ઉદ્ધવે કહ્યું કે અમારા કાર્યકર્તાઓએ મહેનત કરી, અમે સંભવ હોય તે બધુ એમને આપ્યું, હું રાજ્યપાલનો આભાર માનું છું કે તેમણે પત્ર મળ્યા પછી તરત નિર્ણય લીધો, જે અમારા હતા તે અમારાથી દૂર થઇ ગયા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમને દગો દેવાના છે તેવું લાગતું હતું તે સાથે રહ્યા હતા. મેં કોંગ્રેસ અને એનસીપીના નેતાઓએ કહ્યું અમે પદ છોડવા માટે તૈયાર છીએ. 

(10:07 pm IST)