મુખ્ય સમાચાર
News of Wednesday, 28th July 2021

મહારાષ્ટ્ર કેબિનેટનો મહત્વનો નિર્ણય : ખાનગી શાળાઓએ ફીમાં 15 ટકા ઘટાડો કરવો પડશે

રાજ્ય સરકારે સ્કૂલ ફીમાં ઘટાડા માટે અધ્યાદેશનો રસ્તો અપનાવ્યો

મુંબઈ : કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્ર કેબિનેટે આજે શાળાઓની ફીને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. કેબિનેટ દ્વારા રાજ્યની ખાનગી શાળાઓની ફીમાં 15 ઘટાડો કરવો પડશે  રાજ્ય સરકાર કોલેજમાં પણ ફીના માળખાનું પાલન થાય તે માટે પહેલા જ એક સમિતિનું ગઠન કરી ચુકી છે. રાજ્ય સરકારે સ્કૂલ ફીમાં ઘટાડા માટે અધ્યાદેશનો રસ્તો અપનાવ્યો છે.

આ અધ્યાદેશ રાજ્ય સરકારને વર્તમાન કોરોના મહામારી જેવા સંકટની સ્થિતિ દરમિયાન ખાનગી શાળાઓની ફી સંરચનાને સંચાલન કરવાની શક્તિ આપશે. મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય કોરોના મહામારીને ધ્યાને રાખીને લીધો છે. તથા રાજસ્થાન જેવા રાજ્યો પાસેથી પ્રેરણા લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફીમાં 15 ટકા કાપનો અધ્યાદેશ જાહેર કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર કેબિનેટને નિર્ણય કર્યો છે કે ફીની સંરચના એવી રીતે બનાવવામાં આવે કે કોઇ પણ વિદ્યાર્થી શિક્ષાથી વંચિત ના રહે. છેલ્લા કેટલાક મહિનામાં માતા-પિતા દ્વારા ચિંતા જાહેર કરવામાં આવી હતી કે ખાનગી શાળાઓ મહામારી દરમિયાન પણ નફો કમાઇ રહ્યા છે. જ્યારે મહામારીના કારણે કેટલાય માતા પિતા સામે આર્થિક સંકટની સ્થિતિ ઉભી થઇ છે. કેટલાય લોકોએ તો આ અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો સંપર્ક કર્યો હતો.

શિક્ષા મંત્રી ગાયકવાડે કહ્યું અમે આ વર્ષેની ફીના સંબંધમાં આ નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાજ્ય સરકારના કેબિનેટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો આ નિર્ણયનું ખાનગી શાળા દ્વારા પાલન નહીં થાય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે

(12:39 am IST)