મુખ્ય સમાચાર
News of Thursday, 29th July 2021

કેન્દ્ર સરકારના અધિકારીઓ વિરુદ્ધના ભ્રષ્ટાચારની તપાસ કોઈપણ રાજ્યમાં થઇ શકે છે : જે રાજ્યોએ સીબીઆઈ તપાસની મંજૂરી ન આપી હોય ત્યાં પણ તપાસ કરી શકાશે : કલકત્તા હાઇકોર્ટનો ચુકાદો

કોલકત્તા : કલકત્તા હાહાઇકોર્ટે વિનય મિશ્રા વિરુદ્ધ સીબીઆઈ કેસમાંચુકાદો આપતા જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના અધિકારીઓ વિરુદ્ધના ભ્રષ્ટાચારની તપાસ કોઈપણ રાજ્યમાં થઇ શકે છે . જે રાજ્યોએ સીબીઆઈ તપાસની મંજૂરી ન આપી હોય ત્યાં પણ તપાસ કરી શકાશે .

કેન્દ્ર સરકારના અધિકારીઓ કે જેમના વિરુદ્ધ પ્રિવેંશન ઓફ કરપશન એક્ટ ( PC Act  )  હેઠળ સીબીઆઈ તપાસ કરવા માંગતી હોય તે કોઈપણ રાજ્યમાં આ તપાસ કરી શકે છે. પછી ભલે કોઈ રાજ્ય સરકારે પોતાના રાજ્યમાં સીબીઆઈ તપાસની મંજૂરી ન આપી હોય તેવું કલકત્તા હાઇકોર્ટના સિંગલ જજની બેન્ચના ન્યાયધીશ તીર્થંકર ઘોષે ચુકાદામાં જણાવ્યું છે.

તેથી કોર્ટે આરોપી, પૂર્વ ટીએમસી નેતા વિનય મિશ્રા અને પશ્ચિમ બંગાળ રાજ્યની દલીલને નકારી કાઢી હતી. તેઓએ કરેલી દલીલમાં જણાવ્યું હતું કે  સીબીઆઈને પીસી એક્ટ હેઠળ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવાની સત્તા નથી, કારણ કે રાજ્ય સરકાર દ્વારા 16 નવેમ્બર, 2018 ના રોજ રાજ્યમાં સીબીઆઈની કામગીરી માટેની  મંજૂરી પાછી ખેંચી લેવામાં આવી હતી. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:33 am IST)