મુખ્ય સમાચાર
News of Thursday, 29th July 2021

૭૦ નવાનક્કોર વિમાનો સાથે શેર માર્કેટના કિંગ ઝુનઝુનવાલા એરલાઇન્સ બિઝનેસમાં ઝંપલાવશે

નવી દિલ્હી: ભારતીય બિઝનેસમેન અને શેર માર્કેટના કિંગ ગણાતા શ્રી રાકેશ ઝુનઝુનવાલા હવે એરલાઇન્સ બિઝનેસમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. ઝુનઝુનવાલા ચાર વર્ષની અંદર એક નવી એરલાઇન્સ માટે ૭૦ વિમાન ખરીદવાની યોજના પર કામ કરી રહ્યાનું જાહેર થયું છે.

બ્લૂમબર્ગ સાથે વાત કરતા રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યુ કે ૩.૫ કરોડ ડોલરનું રોકાણ કરવા પર વિચાર કરી રહ્યા છે. આ રીતે તે એરલાઇનમાં ૪૦%ના માલિક હશે, આગામી ૧૫ દિવસમાં ભારત સરકારના વિમાન મંત્રાલય પાસેથી એનઓસી પ્રમાણપત્ર મળવાની આશા રાખે છે.

શ્રી ઝુનઝુનવાલાએ કહ્યુ કે અલ્ટ્રા-લો કોસ્ટ એરલાઇનને અકાસા એર નામથી ઓળખવામાં આવશે, તેમની ટીમ જેમાં ડેલ્ટા એર લાઇન્સના એક પૂર્વ સીનિયર અધિકારી સામેલ છે, ૧૮૦ મુસાફરોને લઇ જઇ શકે તેવા વિમાનો લઈ રહ્યા છે.

ઝુનઝુનવાલાને આશા છે કે આવનારા દિવસોમાં એવિએશન સેક્ટરમાં ડિમાન્ડ વધશે, તેમના અનુસાર ભારતીય બજારમાં ડિમાન્ડ ચાલુ રહેશે.

(12:18 pm IST)