મુખ્ય સમાચાર
News of Thursday, 29th July 2021

પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં જોડાવા કવાયત?: રાહુલે બેઠકમાં માંગ્યા પાર્ટી નેતાઓ પાસે સૂચનો

નવી દિલ્હી, તા. ર૯ : શું કોંગ્રેસ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને પોતાના દળમાં સામેલ  કરવા માંગે છે? કે પછી પ્રશાંત પોતે કોંગ્રેસમાં જોડાવા માંગે છે?  રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સાથે મુલાકાતો બાદ રાજકારણમાં અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે. મનાઈ રહ્યું છે કે રાહુલે એક બેઠક કરી પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જોડાવાને લઈને પાર્ટી નેતાઓની સલાહ માંગી છે.

નામ જાહેર ન કરવાની શરતે ૩ લોકોએ જણાવ્યું કે આ મુદ્દા પર ૨૨ જુલાઈએ રાહુલની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં એક ચર્ચા કરવામાં આવી હતી. જેમાં એન્ટની, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, કમલનાથ અને અંબિકા સોની સહિત પાર્ટીએ લગભગ અડધો ડર્ઝન પ્રમુખ નેતાઓએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોર પણ એવું કહી ચૂક્યા છે કે કોંગ્રેસ વગર ત્રીજો કે કોઈ ચોથો પક્ષ મોદીને હરાવી ન શકે.

એક ન્યૂઝ વેબસાઈટને ત્રીજા વ્યકિતને કહ્યું કે બેઠકમાં હાજર લોકોને પૂછવામાં આવ્યું કે પ્રશાંતને કોંગ્રેસમાં સામેલ કરવા અંગે કેવુ લાગે છે. ત્યારે મોટા ભાગના લોકોએ હા પાડી હતી અને કહ્યું કે વિચાર ખોટો નથી. જો કે  આ બેઠકને લઈને કોંગ્રેસની કોઈ ટિપ્પણી આવી નથી. ત્યારે વેણુગોપાલે કહ્યું કે આ એક ઔપચારિક બેઠક હતી. જ્યાં ૨૦૨૨ માટે નિર્ધારિત વિધાનસભા ચૂંટણી પર ચર્ચા થઈ.

આ અંગે પ્રશાંતે કહ્યું કે તેમને કોંગ્રેસની બેઠક અંગે કોઈ જાણકારી નથી. ઉલ્લેખનીય છે કે ૧૫ જુલાઈએ એચટીએ પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધીની સાથે કિશોરની મુલાકાત અને રાષ્ટ્રીય પાર્ટીના આકાર આપવાની શક્ય ભૂમિકાનું સૂચન આપેલ. પ્રશાંત દ્વારા અપાયેલા સૂચનોમાં એક એ હતો કે રાહુલ ગાંધીએ નવા કોંગ્રેસ સંસદીય બોર્ડનું નેતૃત્વ કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે જી ૨૩ ગ્રુપે આ બોર્ડની માંગ કરી હતી. જે પ્રમુખ મુદ્દા પર પાર્ટીના વલણ પર વિચાર કરશે. મનાઈ રહ્યું છે કે પાર્ટીમાં ફેરફારની સાથે પ્રશાંતની યોજનામાં ભાજપની વિરુદ્ધ શક્ય સંયુકત મોર્ચો બનાવવાનું વિવરણ પણ સામેલ છે. જેમાં એનસીપી નેતા શરદ પવારનુ નામ પણ સામેલ હતું.

(12:59 pm IST)