મુખ્ય સમાચાર
News of Saturday, 29th August 2020

જાપાનના પ્રાઈમ મિનિસ્ટર શિંજો આબેની તબિયત નાજુક : હોદ્દા ઉપરથી રાજીનામુ દેવાની તૈયારીમાં : સપ્ટેમ્બર 2021 માં મુદત પુરી થાય છે

ટોક્યો : જાપાનના પ્રાઈમ મિનિસ્ટર શિંજો આબેની તબિયત કેટલાક સમયથી નાજુક અવસ્થામાં હોવાનું જાણવા મળે છે.તેઓને અવારનવાર હોસ્પિટલમાં દાખલ થવું પડે છે.છેલ્લા એક સપ્તાહમાં તેમને બે વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.તેથી ટૂંક સમયમાં જ તેઓ હોદ્દા ઉપરથી રાજીનામુ આપે તેવી શક્યતા છે.

શિંજો અંબેના રાજીનામાની વાતથી દેશનું શેર બજાર પટકાયું છે.જોકે સત્તાધારી પાર્ટીના જણાવ્યા મુજબ પ્રાઈમ મિનિસ્ટરની તબિયત બરાબર રહેતી ન હોવાથી તેમના રાજીનામાની અફવા ફેલાઈ રહી છે.
ઉલ્લેખનીય  છે કે શિંજો છેલ્લા 8 વર્ષથી પ્રાઈમ મિનિસ્ટર તરીકે જવાબદારી સાંભળી રહ્યા છે.તેમના હોદ્દાની મુદત સપ્ટેમ્બર 2021 માં પુરી થાય છે 

(12:48 pm IST)