મુખ્ય સમાચાર
News of Saturday, 29th August 2020

કોરોનાનું મહાતાંડવઃ ભારતમાં પ્રથમ વખત ર૪ કલાકમાં કોવિડ-૧૯ના ૭૭૦૦૦થી વધારે નવા કેસ નોંધાયા - ર૭ ઓગષ્ટના ૯૦૧૩૩૮ સેમ્પલ ટેસ્ટ થયાઃ પ્રશાસન દોડધામમાં

ભારતમાં છેલ્લા ર૪ કલાકમાં કોવિડ-૧૯ના સર્વાધિક ૭૭ર૬૬ નવા કેસ નોંધાયા પછી કુલ કેસ ૩૩૮૭પ૦૦ થઇ ગયા. દેશમાં સતત બીજા દિવસે સંક્રમણના ૭પ૦૦૦થી વધારે કેસો નોંધાયા છે જયારે ભારતમાં મૃતકોની સંખ્યા વધીને ૬૧પર૯ થઇ ગઇ અત્યાર સુધીમાં રપ૮૩૯૪૮ લોકો ડીસ્ચાર્જ થયા જયારે ૭૪ર૦ર૩ એકટીવ કેસ છે ર૭ ઓગષ્ટના ૯૦૧૩૩૮ સેમ્પલ ટેસ્ટ થયા.

(11:49 pm IST)