મુખ્ય સમાચાર
News of Saturday, 29th August 2020

CGSTએ ૫ લાખ જેટલા કરદાતાઓને ૧૫૦૦૦ કરોડનું રિફંડ ચૂકવતાં રાહત

દેશભરમાં ૨૫ લાખ, ૯૫ હજાર કરદાતાઓને રૂ.૯૫,૮૫૩ કરોડનું રીફંડ ચૂકવવામાં આવ્યું છે

મુંબઇ, તા.૨૯: સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ (CGST) દ્વારા ગુજરાતના પાંચ લાખ કરદાતાઓને રૂ. ૧૫ હજાર કરોડનું રીફંડ ચૂકવ્યું છે. CGSTએ, તા. ૧ એપ્રિલથી તા. ૨૫ ઓગસ્ટ સુધીમાં ગુજરાતના કરદાતાઓના બાકી નીકળતા લેણાં- રીફંડની ચૂકવણી કરવાને પરિણામે કરદાતાઓને રાહત થઈ છે. દેશભરમાં ૨૫ લાખ, ૯૫ હજાર કરદાતાઓને રૂ. ૯૫,૮૫૩ કરોડનું રીફંડ ચૂકવવામાં આવ્યું છે. દેશભરમાં CGST દ્વારા કરાયેલી રીફંડની ચૂકવણી પૈકી ગુજરાતના  કરદાતાઓને લગભગ ૨૦ ટકા રીફંડ ચૂકવવામાં આવ્યું હોવાનું  જાણવા મળે છે.   આમ, લગભગ છેલ્લાં પાંચ મહિનાથી વેપાર- ધંધા ઠપ્પ થઈ  જવાને કારણે ભારે હાલાકી અને િઆથિક સંકટનો સામનો કરી રહેલા  વેપારીઓને રીફંડની ચૂકવણી થવાથી રાહત થઈ છે. કોવિડ-૧૯ને પગલે લોકડાઉન અમલી બન્યા પછી િઆથિક મુશ્કેલીમાં મૂકાયેલા વેપારીઓને રીફંડની રકમ મળવાને કારણે લિકિવડીટીની સમસ્યા હળવી થશે. કોવિડ-૧૯ને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વેપાર- ધંધા ઠપ્પ થઈ જવાથી વેપારીઓ- કરદાતાઓ ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. આ બાબતને ધ્યાનમાં લઈને CGSTએ, કરદાતાની મદદ કરવાના હેતુસર બાકી રહેલા રીફંડ અંગેની વિગતો મંગાવી હતી અને કરદાતાઓના છેલ્લાં ત્રણ- ચાર વર્ષના રીફંડના નાણાં ચૂકવવામાં નહીં આવ્યા હોવાનું જોવા મળ્યું હતું. આ બાબતને ધ્યાનમાં લઈને તમામ કરદાતાઓને રીફંડ સંબંધિત તમામ પેન્ડિંગ કલેઈમ કલીયર કરવા અધિકારીઓને સૂચના અપાઈ હતી.

(10:16 am IST)