મુખ્ય સમાચાર
News of Saturday, 29th August 2020

ચાઈનીઝ મૂળનો નાગરિક અમેરિકાની સિક્રેટ માહિતી ચોરી રહ્યો હોવાનો પર્દાફાશ : કોમ્પ્યુટર એક્સપર્ટ ગણાતો 34 વર્ષીય હેઝાઉં હું ચીન જતી ફ્લાઈટમાં બેસે તે પહેલા ઝડપી લેવાયો

વોશિંગટન : કોમ્પ્યુટર એક્સપર્ટ ગણાતો ચાઈનીઝ મૂળનો નાગરિક 34 વર્ષીય હેઝાઉં હું અમેરિકાની સિક્રેટ માહિતી ચોરી રહ્યો હોવાની જાણ થતા તેની ધરપકડ કરી લેવામાં આવી છે.તે ચીન જતી ફ્લાઈટમાં બેસે તે પહેલા જ તેને ઝડપી લેવાયો હતો.તે ચીની એમ્બસીનો ઉપયોગ જાસૂસી માટે કરી રહ્યો હતો.તેવો આરોપ છે.
 વિઝા પર અમેરિકાના ઘણા શહેરોમાં કામ કરી ચૂકેલા હેઝાઉં હું બે વર્ષ પહેલા પહેલી વખત અમેરિકા આવ્યો હતો.તેણે પોતે બાયોટેકનો રિસર્ચર હોવાનું કહ્યું છે. પરંતુ તેણે ગેરકાયદે સોફ્ટવેર કોડ તૈયાર કર્યા અને તેના દ્વારા ટ્રેડ સીક્રેટ ચોરી કરવાનો પ્રયાસ કર્યો. તેની પાસેથી શંકાસ્પદ સામાન પણ મળી આવ્યો છે. આરોપી ઘણી વખત વર્જિનીયા યુનિવર્સિટી પણ જઈ ચુક્યો છે.
 જે વખતે ધરપકડ કરવામાં આવી ત્યારે તે ચીન જતી એક ફ્લાઈટમાં બેસવાની તૈયારી કરી રહ્યો હતો. તેનો બોર્ડિંગ પાસ પણ તૈયાર થઈ ગયો હતો. જો કે, પોલીસે એ માહિતી નથી આપી કે હૂ સાથે બીજું કોણ હતું અને હજુ સુધી એ પણ સામે આવ્યું નથી કે તે કઈ કંપનીઓ માટે કામ કરી રહ્યો હતો. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, હૂએ એવા કોમ્પ્યુટર્સમાંથી માહિતી મેળવી છે જ્યાં તેની પહોંચ નહોતી. ન તો તેને આ પ્રકારની મંજૂરી હતી.
માનવામાં આવી રહ્યું છે કે આ ધરપકડ પછી અમેરિકા અને ચીનના સંબંધમાં તણાવ વધી શકે છે. બન્ને દેશ એક બીજાના ઘણા લોકોને છેલ્લા ઘણા દિવસોથી દેશ છોડવાનો આદેશ આપી ચુક્યા છે.

(12:49 pm IST)