મુખ્ય સમાચાર
News of Saturday, 29th August 2020

કોરોના કાળમાં જ્યોતિષીઓની કમાણી વધી

ગ્રહો - નક્ષત્રોની ચાલથી જોડાયેલ માર્ગદર્શન મેળવવા લાંબી લાઇનો લાગી

નવી દિલ્હી તા. ૨૯ : જાણીતા જયોતિષ સંજય શર્મા આ દિવસોમાં મીર પીંછ અને ક્રિસ્ટલ બોલથી શણગારેલ પોતાના ઓફીસમાં એપ્પલના લેપટોપ પર કલાકો સુધી કલાઈન્ટના પ્રશ્નોના જવાબ શોધતા જોવા મળી રહ્યા છે. તેઓ એકલા એવા જયોતિષ નથી જેની પાસે ગ્રહો-નક્ષત્રોની ચાલથી જોડાયેલ માર્ગદર્શન મેળવવાવાળાની લાંબી લાઈન લાગી હોય.

કોરોનામાં ભવિષ્યને લઇ પ્રશંસાત્મક ભારતીય શારીરિક માનસિક અને આર્થિક ચિંતાઓના સમાધાનને લઇ મોટાપાયે જયોતિષીઓ, આંકડાશાસ્ત્રીઓ અને ટેરો કાર્ડ રીડરથી લઇ આધ્યાત્મીક ગુરુઓ તંત્ર વિદ્યાનાં જાણકારો પાસે જઇ રહ્યા છે. સંજય શર્માએ જણાવ્યું કે લોકો ભવિષ્યને લઇને ખરેખર ઘણા ડરેલા છે. તમામના મનમાં આજ સવાલ છે કે શું તે કોરોના વાયરસના કહેરથી સુરક્ષીત રહી શકશે ? સંક્રમણ કાળમાં તેઓની નોકરી બચશે કે જતી રહેશે ? કોરોના વાયરસના કારણે વધતી આર્થિક તંગીની વચ્ચે તે પોતાના કારોબારને ચલાવી શકશે કે નહીં ?

વધુ જણાવ્યા અનુસાર લોકો માત્ર ભવિષ્યનું શું છે તે જાણવા જ નહીં પરંતુ દરેક તે ઉપાય કરવા તૈયાર છે જેનાથી તેમના શારીરિક માનસિક અને આર્થિક સમસ્યાઓ દૂર થઇ શકે, તેમાં પૂજા પાઠથી લઇ વિધિઓના અમલનો પણ સમાવેશ છે. મોટી સંખ્યામાં લોકો જયોતિષીઓ પાસે જતા જોવા મળી રહ્યા છે. આધ્યાત્મીક સલાહકાર અઝય ભાંબીનું માનીએ તો કોરોના બાદ તેમના કારોબારમાં ૪૦ ટકા સુધી ફાયદો થયો છે. વધુ પડતા લોકો એ જ સવાલ કરે છે કે આગામી દિવસો ઘર-પરિવાર માટે કેવા રહેશે. તેઓ વાતને સકારાત્મકતાથી રજૂ કરવાના પ્રયત્નો કરે છે. જયોતીષ આંકડાશાસ્ત્રી, ટેરો કાર્ડ રીડર, આધ્યાત્મીક ગુરૂ દર વર્ષે અરબોની કમાણી કરે છે. હસ્તવિજ્ઞાનની જાણકારી રાખવાવાળા રેખાઓ પાછળ છુપાયેલ રહસ્યો વિશે જાણકારી આપવા રૂ. ૧૦૦ લે છે. ત્યાં આધ્યાત્મીક ગુરુ સમસ્ત ચિંતાઆના નિદાન માટે હજારો રૂપિયા વસૂલે છે.

માર્ચના મધ્યમાં ભારતમાં સાર્સ-કોવ-૨ વાયરસનો પ્રકોપ વધવાથી ગુગલ પર જયોતિષ વિદ્યાથી જોડાયેલ સવાલો શોધવાવાળાની સંખ્યામાં વધારો થયો. હાલમાં જ જયોતિષ શાસ્ત્ર પર આધારીત એક વેબસાઈટે કોરોનામાં પોતાની કમાણીમાં ૪૨ ટકા સુધીનો વધારો થયાનો ખુલાસો કર્યો છે.

(2:30 pm IST)