મુખ્ય સમાચાર
News of Saturday, 29th August 2020

પુરપાટ દોડતી, ઊડતી જિંદગી હવે સાયકલ ઉપર આવે તે જરૂરી

સાયકલ શારીરિક અને આર્થિક બંને માટે ફાયદાકારક : સાયકલના વેચાણમાં આવી તેજી : જિંદગીનો હિસ્સો બની રહી છે સાયકલ

રાજકોટ તા. ૨૯ : કોરોનાએ સારા સારા વ્યસ્ત લોકોને નવરા કરી દીધા છે. લોકડાઉન ઙ્ગસમયે તો જાણે લોકોને કેદ જ કરી દીધા હતા. ઘરમાં જ બંધ લોકો શારીરિક કસરત કરવા માટે ભાર જય શકતા ઙ્ગનહતા તેવામાં લોકો ઘરે જ જિમ સાયકલનો ઉપયોગ કરતા હતા ધીમે ધીમે હવે ફરી પાછું બધું પહેલા જેવું થવા જય રહ્યું છે તેવામાં લોકોની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ થઇ છે એવામાં મોંઘવારી તો દિવસે દિવસે વધવામાં જ છે તો શારીરિક અને આર્થિક બંને રીતે પરવડે તેવી સાયકલ બની રહી છે લોકોની પહેલી પસંદ.

સ્વાસ્થ્ય અંગેના જાણકારો કહે છે કે સાયકલ ચલાવવી એ સૌથી સારી કસરત છે. સાયકલિંગથી યોગ થાય છે કસરત પણ થયા છે આમ બન્નેના ફાયદા મળે છે. શરીરની ઇમ્યુન સિસ્ટમ વધારવા માટે અથવા એકિટવ કરવા માટે સાયકલ ઘણી ઉપયોગી થઇ શકે તેમ છે. કોરોના સમયમાં સાયકલ સોશિયલ ડિસટન્સ માટે પણ સાયકલ ઘણી ઉપયોગી સાબિત થાય તેમ છે. ઙ્ગકોરોના એકરીતે દુનિયા માટે કાળ બનીને આવ્યો છે તો સામે કેટલીક રીતે જીવન જીવવાની કેટલીક સાચી રીત પણ શીખવતો જાય છે. જેમાં સૌથી વધુ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા છે. સાયકલિંગ બે રીતે ફાયદો કરે છે એક કે સૌથી સસ્તું વાહન અને બીજુ શરીરની કસરત પણ થાય છે, ત્રીજો નફો એ કે પર્યાવરણને મદદરૂપ થવાનો અનુભવ પણ લઇ શકાય છે.

અનલોકમાં સાયકલ વેચાણમાં વધારો જોવા મળ્યો છે જેમાં અંદાજે દેશભરમાં ૨૫%થી લઈને ૧૦૦% સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. માત્ર ગુજરાતની જ વાત કરવામાં આવે તો અંદાજે ૬૦% જેટલો વેચાણમાં વધારો જોવા મળ્યો છે. દર મહિને આ આંકડો વધતો જ જાય છે. કેટલાક દેશોમાં સાયકલ માટેની નવી નીતિ જાહેર કરવામાં આવી છે. ઇટાલીમાં ઙ્ગસાયકલ માટેની નવી નીતિ જાહેર કરવામાં આવી છે. જેમાં સાયકલની ખરીદી માટે સરકારે સબસીડી જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

કલકત્તામાં શરૂ થયા નવા કેટલાક રસ્તા

હકીકતમાં કલકત્તામાં એવા કેટલાક રસ્તા હતા કે જયાં સાયકલ માટે મનાઈ હતી પરંતુ સાયકલ વેચાણમાં વધારાના પગલે હવે ત્યાંના જે રસ્તાઓ ઉપર સાયકલ ચલાવવા ઉપર પાબંદી હતી તેને હટાવી લેવામાં આવી છે. ત્યાંની કેટલીક કંપનીઓ એવી પણ છે કે જેમને કર્મચારીઓને સાયકલ ખરીદી આપી છે.

કોરોનાની પોઝિટિવ અસર

કોરોના બધીરીતે માર મારતો રહ્યો પણ કેટલાક એવા રસ્તા પણ હતા જે આપણે ભૂલી ગયા હતા પણ કોરોને ફરી એ રસ્તો બતાવવા માટે સાઈન બોર્ડનું કામ કર્યું છે. સાયકલ ખરીદીના ફાયદામાં સોશિયલ ડિસ્ટન્સ મેઈન્ટેઈન થાય છે,બચત થાય છે, પ્રદુષણ નથી થતું.

જાગૃત નાગરિક દાખવી રહ્યા છે સમજદારી

લોકો સ્વાસ્થ્ય માટે જાગૃત થઇ રહ્યા છે. ત્યારે સાયકલ બેસ્ટ ઓપ્શન છે. કસરત માટે સાયકલ બેસ્ટ સાબિત થઇ શકે તેમ છે. જે લોકો મોર્નિંગ વોક માટે જાય છે તે લોકો પણ સાયકલ પસંદ કરી રહ્યા છે.

૧૫ ટકા વધારો

લોકડાઉન દરમ્યાન ભારતીય કંપનીઓમાં એટલાસ કંપનીના શેરની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. ગ્લોબલ બજારની વાત કરવામાં આવે

તો સાયકલ કંપનીઓના શેરમાં ૧૫% જેટલો વધારો જોવા મળ્યો છે.

(3:39 pm IST)