મુખ્ય સમાચાર
News of Saturday, 29th August 2020

ઓનલાઈન જુગાર રમાડતી ચાઇનીઝ કંપનીઓની એપ સંદર્ભે ઠીક ઠેકાણે ઇડીના દરોડા : ૪૬ કરોડની રકમ સાથે ચાર બેન્ક એકાઉન્ટ સ્થગિત

ઇડીએ  ઓનલાઈન ચાઇનીઝ ગેમ્બલિંગ સટ્ટાબાજીની એપ્લિકેશંસ ચલાવનારી ચીની કંપનીઓ પર દરોડા પાડ્યા બાદ 46..96 કરોડ રૂપિયાની રકમ ધરાવતાં HSBC બેંકમાં કમ્પનીઓના ૪ ખાતા જપ્ત કર્યા છે.

સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, ઓનલાઇન ચાઇનીઝ સટ્ટાબાજીની એપ્લિકેશનો ચલાવવામાં સામેલ કંપનીઓના અનેક પરિસરમાં દરોડા પાડ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટરે 46 કરોડની રકમવાળા એચએસબીસીના ચાર ખાતા સિઝ કર્યા છે.

શુક્રવારે દિલ્હી, ગુડગાંવ, મુંબઇ અને પુણેમાં 15 સ્થળોએ મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (પીએમએલએ) ની વિવિધ કલમો હેઠળ રેડ કરવામાં આવી હતી. 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે  1,100 કરોડના વ્યવહાર સાથે સંકળાયેલા ગેરકાયદેસર ઓનલાઈન જુગારના વ્યવસાય સાથે એક ચાઇનીઝ નાગરિક અને તેના ત્રણ ભારતીય સાથીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.

(7:44 pm IST)