મુખ્ય સમાચાર
News of Saturday, 29th August 2020

ઈઝ ઓફ ડુઈંગના ભારતના ઉછાળાને નુકસાન પહોંચ્યું

ડેટા-મેથડોલોજીમાં ભૂલો જણાતાં રિપોર્ટ પ્રગટ નહીં થાય : ભારત પાછલાં વર્ષે રેન્કિંગમાં વિક્રમી ઉછાળો મળતા ૬૭ પોઇન્ટ વધીને દુનિયામાં ૬૩મા ક્રમાંક ઉપર પહોંચ્યું હતું

નવી દિલ્હી, તા. ૨૯ : વર્લ્ડે બેક્ને તેના ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રેકિંગ અહેવાલને પ્રગટ કરવાનું માંડી વાળ્યું છે. પાછલા રિપોર્ટસમાં ડેટા તથા મેથડોલોજી સંબંધી ભૂલો જણાતાં આ પગલું લેવાયું છે. નોંધપાત્ર છે કે ભારતને પાછલાં વર્ષે રેક્નિંગમાં વિક્રમી ઉછાળો મળ્યો હતો અને તે ૬૭ પોઇન્ટ વધીને વિશ્વમાં ૬૩માં સ્થાને પહોંચ્યું હતું. હવે એ રિપોર્ટ સામે જ જોખમ સર્જાયું છે. રિપોર્ટના રિવ્યુનો ઓર્ડર કરતાં આ સમીક્ષા બાદ ભારતના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રેક્નિંગને અસર પડી શકે તે અંગે અટકળો શરૂ થઇ છે.

વિશ્વ બેંકે ગુરુવારે જાહેર કર્યું હતું કે તે આગામી ઓક્ટોબર મહિનામાં થનારો તેનો આ વર્ષનો ડૂઇંગ બિઝનેસ રિપોર્ટ પ્રગટ કરવાનું મુલતવી રાખી રહી છે. વિશ્વ બેક્નના જણાવ્યા અનુસાર પાછલા પાંચ વર્ષોમાં જાહેર થયેલા આ રિપોર્ટમાં સંખ્યાબંધ વિસંગતતાઓ જણાઈ છે તેથી પહેલા હવે એ બધા રિપોર્ટના રિવ્યુ કરવામાં આવશે.

પાછલાં પાંચ વર્ષોમાં ભારતનું રેક્નિંગ વિશ્વમાં  ૬૭ ક્રમાંક વધીને સીધું ૬૩મા સ્થાનનું થઈ ગયું છે. નરેન્દ્ર મોદી સરકારે રેક્નિંગમાં આવા ઉછાળાને પોતાની આર્થિક નીતિઓની સફળતા ગણાવી ધૂમ પ્રચાર પણ કર્યો છે. વિશ્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમે પાછલા પાંચ વર્ષોમાં આ રિપોર્ટની સમીક્ષા કરી રહ્યા છીએ અને જે દેશોને પાછલા પાંચ વર્ષોમાં સૌથી વધુ અસર થઈ છે તેમના ડેટા ને સુધારી રહ્યા છીએ.વિશ્વ બેક્નના ઇઝ બિઝનેસના રિપોર્ટ તાજેતરના વર્ષોમાં વિવાદોમાં આવ્યા છે  બેંકના ભૂતપૂર્વ ચીફ ઇકોનોમિસ્ટ પોલ રોમર એ જાન્યુઆરી ૨૦૧૮ માં એમ કહીને રાજીનામું આપી દીધું હતું કે આ રિપોર્ટની મેથોડોલોજીમાં કરાયેલાં પરિવર્તનોના કારણે ચિલીના રેક્નિંગમાં ભારે ઘટાડો થયો હતો. રોમ પોતે આટલા વર્ષોના રિપોર્ટનો સમીક્ષા અહેવાલ રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. ૨૦૧૨ થી ૨૦૧૬ વચ્ચે બેંકના ચીફ ઇકોનોમિસ્ટ તરીકે આ અહેવાલ તૈયાર કરનારા કૌશિક બસુએ જણાવ્યું હતું કે વિશ્વ બેંકે મેથોડોલોજીકલ ફેરફારો કર્યા તેના કારણે ભારતને રેક્નિંગમાં ફાયદો થયો હતો.

૨૦૧૪માં મોદી સરકાર આવી ત્યારે ભારતનું રેક્નિંગ ૧૪૨ હતું જે ૨૦૧૯માં સીધું ૬૩ થઇ ગયું હતું. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે તાજેતરમાં જણાવ્યું હતું કે આવતા વર્ષે ભારત આ રેક્નિંગમાં ટોપ ફિફ્ટી દેશોમાં સ્થાન પામવા માગે છે.

વિશ્વ બેક્નના અહેવાલના વિવાદ બાબતે કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું હતું કે વડાપ્રધાન મોદી વિશ્વ બેંકના રેક્નિંગમાં ભારતની ચઢતીનો પ્રચાર કરી રહ્યા હતા પરંતુ હવે એ રેક્નિંગ દર્શાવતા રિપોર્ટમાં ડેટા તથા મેથડોલોજીની ભૂલો જણાઇ છે.

(9:11 pm IST)