મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

શિનજિયાંગમાં ઉઇગર મુસલમાનો પછી હવે હેનાનમાં ઉત્સુલ મુસલમાનો ચીનની કોમ્યુનિસ્ટ સરકારના નિશાના ઉપર : ધાર્મિક કટ્ટરતા દૂર કરવાનું બહાનું આપી મુસ્લિમ સ્ત્રીઓ માટે હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુક્યો : સ્કૂલો તથા સરકારી ઓફિસોમાં અરબી પોશાક ઉપર પણ પ્રતિબંધ

બેજિંગઃ : ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ શિનજિયાંગમાં ઉઇગર મુસલમાનોના માનવ અધિકારોના ભંગ કરવાનું શરૂ કરી દીધા પછી હવે હેનાનમાં ઉત્સુલ મુસલમાનો ઉપર નિશાન સાધ્યું છે.જે મુજબ  ધાર્મિક કટ્ટરતા દૂર કરવાનું બહાનું આપી મુસ્લિમ સ્ત્રીઓ માટે હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.તેમજ પુરુષો માટે સ્કૂલો તથા સરકારી  ઓફિસોમાં અરબી પોશાક ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.
ઉલ્લેખનીય છે કે  ઉત્સુલ મુસલમાનો ચીનમાં લઘુમતી કોમની વ્યાખ્યામાં આવે છે.જેઓ શિનજિયાંગથી 1200 કિલોમીટર દૂર આવેલા હેનાનમાં રહે છે.તેમની વસ્તી માત્ર 19 હજાર છે.કોમ્યુનિસ્ટ સરકારના નવા ફતવાથી નારાજ ઉત્સુલ મુસલમાનોએ દેખાવો કર્યા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)