મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

કોર્પોરેટ સેકટરને રર ટકા અને વેપારીઓને ૩૦ ટકાના દરની વિસંગતતા દૂર કરવા માંગ

કોર્પોરેટ સેકટરની માફક વેપારીઓ માટે પણ રર ટકા ટેકસ રાખો : સીએઆઇટી દ્વારા વિવિધ માગણી સાથે વડાપ્રધાનને મેમોરેન્‍ડમ મોકલાયું

નવી દિલ્‍હી તા. ર૯ : દેશભરના વેપારીઓને નડી રહેલી મુશ્‍કેલીઓના મુદ્દે સીએઆઇટી, કોન્‍ફેડરેશન ઓફ ઓલ ઇન્‍ડિયા દ્વારા વડાપ્રધાનને મેમોરેન્‍ડમ પાઠવી વિવિધ માગણીઓ રજુ કરવામાં આવી છે જેમાં કોર્પોરેટ સેકટરની માફક વેપારીઓને પણ ર ટકા ટેકસના માળખામાં જ રાખવા માગ કરવામાં આવી છે.

સીએઆઇટી દ્વાા રજુ કરવામાં આવેલી માગણીઓ અંગે રાષ્‍ટ્રિય ચેરમેન મહેન્‍દ્ર શાહ તથા ગુજરાત ચેપ્‍ટરના પ્રમુખ પ્રમોદ ભગતે જણાવ્‍યું હતું કે હાલમાં સરકાર દ્વારા કોર્પોરેટ સેકટર માટે રર ટકાનો સ્‍લેબ લાગુ પાડવામાં આવ્‍યો છે જયારે ટ્રેડર્સ અને અન્‍ય કરદાતા માટે ૩૦ ટકાનો સ્‍લેબ લાગુ પડે છે આ પ્રકારની વિસંગતતા કેમ? હકિકતમાં તો વર્તમાન સમયે વેપારીઓને પણ રાહતની આવશ્‍યકતા છે. વેપારીઓને પણ કોર્પોરેટ સેકટરની માફક રર ટકા ટેક્ષ લાગુ પાડવો જોઇએ.

વધુમાં જણાવ્‍યું હતું કે, કોવિડ-૧૯ બાદના સંજોગોમાં ટ્રેડર્સને મદદની ખુબ જરૂર છે. વેપારીઓ માટે ખાસ આર્થિક પેકેજ જાહેર કરવામાં નહિ આવેતો દેશભરના કરોડો વેપારીઓ મુશ્‍કેલીમાં મુકાશે અગાઉ જાહેર કરાયેલા ર૦ લાખ કરોડના પેકેજમાં વેપારીઓ માટે ખાસ કોઇ સહાય જાહેર કરાય નથી. આ તબકકે વેપારીઓ માટે પણ ખાસ પેકેજ જાહેર કરવું જોઇએ વેપારીઓને વેપારમાં સરળતા થાય તે માટે લાયસન્‍સ રાજ પર અંકુશ આવે તે મુજબના પગલા ભરાવા જોઇએ. હાલમાં ર૮ પ્રકારના લાઇસન્‍સ માટે અરજી કરવી પડે છે. તે બંધ થઇ સરળ સિસ્‍ટમ ગોઠવવી જોઇએ આ ઉપરાંત મુદ્રા લોન. મેન્‍યુફેચરિંગ યુનિટ સહાય આપવી જોઇએ.

જીએસટીનો કાયદો અમલી બન્‍યો છે પરંતુ તેમાં પણ ઘણી ખામી છે વેપારીઓને વેપારમાં સરળતા રહે તે મુજબની સિસ્‍ટમ ગોઠવાવી જોઇએ. જીએસટી માળખામાં વિવિધ કોમોડીટી પરના ટેકસ દરની સમીક્ષા થવી જોઇએ. એકતરફ ડિજીટલાઇઝેશનની વાતો કરવામાં આવે છે પરંતુ બીજીતરફ ડિજીટલ પેમેન્‍ટ પર ચાર્જ વસુલાય છે આ ચાર્જ દુર થવો જોઇએ.

 

(12:01 pm IST)