મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

પત્નિ સાથે ઝઘડો કરીને પતિ મોબાઇલ ટાવર પર ચડયો

લગ્નજીવનમાં ઝઘડા તો થાયઃ પણ એને કારણે સમાજમાં તાયફો પેદા કરનારા લોકો પણ કંઈ ઓછા નથી

લખનૌ, તા.૨૯: લગ્નજીવનમાં ઝઘડા તો થાય, પણ એને કારણે સમાજમાં તાયફો પેદા કરનારા લોકો પણ કંઈ ઓછા નથી. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં તેજપાલ સિંહ નામના ભાઈસાહેબ રવિવારે સવારે મોબાઇલ ટાવર પર ચડી ગયા. વાત એમ હતી કે દ્યરમાં પત્ની સાથે ઝઘડો થયા પછી તેમણે આ કારનામું કરેલું. સ્થાનિક ઓથોરિટીએ તેને બાવડેથી ઝાલીને નીચે ઉતાર્યો અને આવું પાગલપણું કરવાનું કારણ પૂછ્યું તો તેનું કહેવું હતું કે તેની સેકન્ડ વાઇફ તેને બહુ હેરાન કરે છે અને ખોટા આરોપો મૂકીને પોલીસને પકડાવી દેવા માગે છે.

થોડાક મહિના પહેલાં ફિરોઝાબાદમાં એક માણસ ફ્રેશ એર લેવા માટે સેલ ફોન ટાવર પર ચડી ગયો હતો.

(12:51 pm IST)