મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

બિહારમાં ગુંડાગીરીનું તાંડવ : ગોપાલગંજમાં ધોળે દિવસે પત્રકાર ઉપર ગોળીબાર : ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

ગોપાલગંજ : બિહારના ગોપાલગંજમાં ગુંડાગીરીનું તાંડવઃ ધોળે દિવસે પણ જોવા મળ્યું છે.જે મુજબ પત્રકાર રાજન પાંડે  ઉપર આજ મંગળવારે સવારે  ગુંડાઓએ ગોળીબાર કર્યો હોવાનું જાણવા મળે છે.અપરાધીઓ બુલેટ મોટરસાઇકલ ઉપર આવ્યા હતા.

ગંભીર હાલતમાં ઘવાયેલા રાજનને  ગોપાલગંજ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગોરખપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલાયા હતા તે દરમિયાન રસ્તામાં તેમણે ગોળીબાર કરનાર ત્રણે આરોપીઓના નામ આપ્યા હતા જેમને પકડી પાડવા પોલીસ તંત્રએ કવાયત ચાલુ કરી દીધી છે.

ગોરખપુર હોસ્પિટલમાં પણ તેમના લીવરમાં  ફસાઈ ગયેલી ગોળી બહાર કાઢવામાં  સફળતા નહીં મળતા તેઓને લખનૌ ખાતેની હોસ્પિટલમાં શિફ્ટ  કરાયા છે.જ્યાં તેઓ જીવન મરણ વચ્ચે ઝોકા ખાઈ રહ્યા છે.

આ પત્રકાર રાજન  સામાજિક કાર્યકર પણ હતા.બાળકોને વિનામૂલ્યે ભણાવતા હતા.અને આ કાર્ય માટે તેઓ જઈ રહ્યા હતા ત્યારે તેમના ઉપર ગોળીબાર કરાયો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:03 pm IST)