મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

રેપ કેસમાં મહિલાના લીવ ઈન પાર્ટનરનો ૨૦ વર્ષે નિર્દોષ છૂટકારો

લિવ ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ યુવક પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો ૨૦ વર્ષથી કેસ લડતા યુવકને આખરે સુપ્રીમ કોર્ટમાંથી મળ્યો ન્યાય

નવી દિલ્હી, તા.૨૯: કોઈપણ મહિલા જેનું ચાકુની અણીએ યૌશ શૌષણ થયું હોય તે આરોપીને લવ લેટર્સ નથી લખતી અને ન ચાર વર્ષ સુધી તેની સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહે છે. સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરતા સોમવારે ૨૦ વર્ષ જૂના એક કેસમાં વ્યકિતને દુષ્કર્મ અને છેતરપિંડીના આરોપમાંથી મુકત કર્યો છે. આ પહેલા ટ્રાયલ કોર્ટ અને ઝારખંડ હાઈકોર્ટે તે વ્યકિતને દોષી માન્યો હતો.

કેસની સુનાવણી કરતા જસ્ટિસ નરિમન, જસ્ટિન નવીન સિન્હા અને જસ્ટિસ ઇંદિરા બેનર્જીની બેન્ચે ચુકાદો આપાત કહ્યું કે યુવતીએ પોતાના પક્ષમાં લવ લેટર્સ લખવાની વાતને નકારી હતી. પરંતુ અમારી સામે જે પૂરાવા રજૂ કરવામાં આવ્યા છે તે યુવતીની વાત કરતા વિરોધાભાસી છે. કોર્ટે કહ્યું કે લવ લેટર્સમાં લખવામાં આવેલી વાતોથી સ્પષ્ટ થાય છે કે યુવક પણ તે સમયે પ્રેમમાં હતો અને ફકત શારીરિક સંબંધ બનાવવા માટે છોકરીને છેતરી નહોતો રહ્યો.

યુવતીએ પોતાની FIRમાં કરેલા આરોપો મુજબ ૧૯૯૫માં આ બધી ઘટના બની હતી. જયારે તેણે FIR ૧૯૯૯માં લખાવી હતી. તેના પર પણ કોર્ટે સવાલ ઉભા કર્યા છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે યુવકે તેની સાથે લગ્નનો વાયદો કરીને કયાંક બીજે લગ્ન ફિકસ કરી લીધા હતા. જયારે કોર્ટે જાણ્યું કે બંનેના ધર્મ અલગ અલગ હતા. યુવતીના દ્યરવાળા ક્રિશ્યિયન હોવાથી ચર્ચમાં લગવા કરવા માગતા હતા. જયારે યુવકનો પરિવાર હિંદુ શિડ્યુલ ટ્રાઇબ છે જેમની માગ હતી કે લગ્ન મંદિરમાં થાય આ બાબતે બંને પરિવાર જિદ્દ પર ઉતરી આવ્યા હતા.

વધારામાં યુવતિ અને યુવક વચ્ચે સંબંધ થોડો સમય માટે રહ્યો હોય તેવું પણ નથી ૪ વર્ષ સુધી બંને વચ્ચે પ્રગાઢ સંબંધ રહ્યા છે અને યુવતી યુવકના ઘરે જઈને પણ રહેતી હતી. પરંતુ પછી કોઈ કારણે યુવકના બીજે લગ્ન નક્કી થતા લગ્નના ૭ દિવસ પહેલા જ આ પ્રકારે ફરિયાદ નોંધાવી છે.

કોર્ટે અંતમાં કહ્યું કે તમામ પુરાવા પર નજર નાખતા અને બંને પક્ષને સાંભળ્યા બાદ એટલું તો સ્પષ્ટ થાય છે કે બંને પક્ષો ખૂબ લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં હતા. જેથી સાબિત થાય છે કે યુવકે ફકત શારીરિક સંબંધ બાંધવા જ ખોટું બોલીને છેતરપિંડી કરી નથી.

(3:22 pm IST)